BREAKING NEWS

અમદાવાદમાં હાઇ પ્રોફાઈલ રેવ પાર્ટી ઝડપાઈ, NRI સહિત 15થી વધુ ઝડપાયા, 6 મહિલાની પણ ધરપકડ

  • October 25, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


અમદાવાદના પોશ વિસ્તાર શીલજમાં હાઇ પ્રોફાઈલ રેવ પાર્ટી ઝડપાઈ છે. મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ પુરુષો અને છ મહિલાઓ સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.



મળતી માહિતી મુજબ, બોપલ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક હાઈપ્રોફાઈલ પાર્ટી ચાલી રહી છે, જેમાં શરાબ અને શબાબની છોળો ઉડી રહી છે. આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો.



પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચૂર 15થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઈઝિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા.


દારૂ, હુક્કા અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application