જામનગરમાં જામીન નહી પડવાના મનદુ:ખમાં યુવાનને ધોકો ઝીંકયો

  • February 16, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાસે થયેલી માથાકુટ : એક શખ્સ સામે રાવ

જામનગરના કડીયાવાડ ખાઉધરી શેરીમાં તું જામીન કેમ ન પડયો તેમ કહીને બાવાજી યુવાન પર ધોકાથી હુમલો કરીને કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડયાની એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડી નાકા પાસે કડીયાવાડ શેરી નં. ૧૦માં રહેતા ફર્નિચરનું કામ કરતા હિરેનગર નવલગર ગોસાઇ (ઉ.વ.૨૬)એ ગઇકાલે સીટી-બીમાં જામનગરના આસીફ રાઉમા નામના શખ્સ સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી તથા તેમના મિત્ર નિમેશ કિરીટભાઇ ભટ્ટી તા. ૧૩ના રોજ કડીયાવાડ ખાઉધરી શેરીમાં બેઠા હતા ત્યારે આસીફ ત્યાં આવ્યો હતો અને કહેવા લાગેલ કે મે તને ફોન કરીને કીધુ હતું કે, તું મારા મિત્રમાં જામીન પડજે તો જામીન કેમ ન પડયો એમ કહેતા ફરીયાદી હિરેનગરે કહેલ કે હું બહારગામ ગયો હતો તેવી વાત કરતા અરોપી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ધોકો લઇ આવી ફરીયાદીને મારવા જતા તેણે આડો હાથ રાખતા કાંડાના ભાગે ઘા લાગ્યો હતો તેમજ સાહેદ નિમેશભાઇ વચ્ચે પડયા હતા આ વેળાએ આજુબાજુના માણસો ભેગા થઇ ગયા હતા.
દરમ્યાન આરોપી આસીફ રાઉમા જતા જતા હવે પછી તુ જામીન પડવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાશી ગયો હતો. બીજા દિવસે ફરીયાદીને હાથમા દુ:ખાવો થતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ગયા હતા જયા તબીબે તપાસીને કાંડામાં ફ્રેકચર જેવી ઇજા થયાનું કહયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application