રાયમાં ભારે વરસાદ દરમ્યાન ગુજરાતે પાણીમાંથી વીજ ઉત્પાદનના નવા આંકડાને સ્પર્શ કર્યેા છે. રાય સરકારે કહ્યું છે કે, હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી રેકોર્ડ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉકાઈ, કડાણા અને સરદાર સરોવર જેવા ગુજરાતના મોટા બંધો ઓગસ્ટ–૨૦૨૪માં ૧૦૬૭.૩ મિલિયન યુનિટ (એમયુ) વીજળીનું ઉત્પાદન થયું છે. જુલાઈમાં વીજ ઉત્પાદનનો આંકડો ૩૦૮.૭ મિલિયન યુનિટ હતો. ભારતે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન–અશ્મિભૂત ઈંધણ આધારિત ઉર્જા ક્ષમતા સુધી પહોંચવાનું લય રાખ્યું છે અને કુલ સ્થાપિત પાવર ક્ષમતાના સંદર્ભમાં નવીનીકરણીય ઊર્જાનો હિસ્સો ઓછામાં ઓછો ૫૦ ટકા સુધી વધારવાનો છે.
રાય સરકારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, સોલાર ફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેકટસ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિતની વિવિધ યોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. સરદાર સરોવર ડેમમાંથી વીજળીનું ઉત્પાદન ઓગસ્ટ મહિનામાં ૮૦૦ એમયુને પાર કયુ, ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં વીજળીનું ઉત્પાદન ઓગસ્ટ મહિનામાં ૮૦૦ મિલિયન યુનિટને વટાવી ગયું છે. ઓગસ્ટ મહિનામાં સરદાર સરોવર (રિવરબેડ પાવર હાઉસ–આરબીપીએચ) અને સરદાર સરોવર (કેનાલ હેડ પાવર હાઉસ–સીએચપીએચ)માંથી કુલ ૮૯૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું. બીજી તરફ રાજયના અન્ય હાઈડ્રો પાવર પ્લાન્ટના વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર ડેટા જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી સરેરાશ ૪૬૦૦ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨–૨૩માં રાયનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન ૬૧૭૦.૪૫૬ એમયુ હતું, જે વર્ષ ૨૦૨૧–૨૨ના ૨૬૨૯.૦૫૯ એમયુ કરતાં ૧૩૪ ટકા વધુ છે. વર્ષ ૨૦૨૩–૨૪માં રાયનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન ૪૫૮૪.૯૩૨ એમયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech