અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઊભી થઈ છે અને આગામી દિવસોમાં આવી જ નવી સિસ્ટમ ઊભી થવાની છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં માવઠાની શકયતા ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ સિસ્ટમ ગુજરાતને તારીખ ૨૬ થી અસર કરશે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર્ર કચ્છમાં જામનગર પોરબંદર દ્રારકા અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાનો આ વિસ્તાર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર્રમાં વધે તેવી પણ શકયતા હોવાનું જાણવા મળે છે.
વાતાવરણમાં પલટાના કારણે લઘુતમ તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે અને આવતીકાલથી બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
આઈએમડીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન રીજીયનમા વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી અને રાજસ્થાનમાં આવતીકાલ તારીખ ૨૪ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આવું જ બીજું એક ફ્રેશ અને એકિટવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ ૨૬ થી નોર્થ વેસ્ટ ઇન્ડિયાને અસર કરે તે મુજબ ઊભું થઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થઈ છે પરંતુ તે અરબી સમુદ્ર સુધી લંબાઇ છે અને તેના કારણે તારીખ ૨૬ થી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા વાદળો ગતિ કરશે. આ સિસ્ટમના કારણે ગુજરાત મહારાષ્ટ્ર્ર મધ્ય ભારતમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અત્યારે વેસ્ટ સેન્ટ્રલ દીશામાં વેલમાર્ક લો પ્રેસર છવાયું છે અને તે તામિલનાડુ તથા આંધ્રપ્રદેશ વચ્ચેના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશ ઓડિશા તામિલનાડુ પુડીચેરી અને મહારાષ્ટ્ર્રમાં તારીખ ૨૬ થી ૨૮ દરમિયાન વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં અને તામિલનાડુના દરિયામાં પ્રતિ કલાકના ૩૫ થી ૪૫ કીલોમીટરની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે અને અમુક તબક્કે તેની ગતિ વધીને ૫૫ કીલોમીટર આસપાસ પહોંચી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech