આઈપીઈ–ગ્લોબલ અને જીઆઈએસ કંપની એસરી ઈન્ડિયા દ્રારા મંગળવારે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે, ભારતના ૮૪ ટકાથી વધુ જિલ્લાઓ ભારે હીટવેવ પીડિત છે અને તેમાંથી ૭૦ ટકામાં ભારે વરસાદની ઘટનાઓની આવૃતિ અને તીવ્રતામાં વધારો જોઈ રહ્યા છે અભ્યાસનો અનુમાન લગાડવામાં આવ્યુ છે કે, ૨૦૩૬ સુધીમાં ૧૦ માંથી ૮ ભારતીયો અતિશય ગરમીનો ભોગ બનશે.
આઈપીઈ– ગ્લોબલ, કલાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી પ્રેકિટસના વડા અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે અતિશય ગરમી અને વરસાદની ઘટનાઓનું વર્તમાન વલણ છેલ્લી સદીમાં ૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં થયેલા વધારાનું પરિણામ છે. તાજેત્તરમાં કેરળમાં સતત અને અનિયમિત વરસાદની ઘટનાઓ જેના પરિણામે ભૂસ્ખલન અને અચાનક અને અણધાર્યા વરસાદથી શહેરો સ્થગિત થઈ ગયુ છે તે એ વાતનો પુરાવો છે કે આબોહવા બદલાઈ ગઈ છે. મોહંતીએ જણાવ્યું હતું કે, અમાં વિશ્લેષણ દર્શાવે છે કે ૨૦૩૬ સુધીમાં ૧૦ માંથી ૮ ભારતીયો ભારે ગરમીનો ભોગ બનશે.
અભ્યાસ મુજબ, તાજેતરના દાયકાઓમાં આ અતિશય ગરમી અને વરસાદની ઘટનાઓની આવર્તન, તીવ્રતા અને અણધારીતા પણ વધી છે.આઈપીઈ– ગ્લોબલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ૮૪ ટકાથી વધુ ભારતીય જિલ્લાઓને ભારે હીટવેવ હોટસ્પોટ ગણી શકાય, જેમાંથી લગભગ ૭૦ ટકામાં છેલ્લા ત્રણ દાયકામાં ચોમાસાની સીઝન માં સતત અને અનિયમિત વરસાદ જોવા મળ્યો છે.
અભ્યાસમાં જણાવાયું છે કે, ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં માર્ચ–એપ્રિલ–મે (એમએએમ) અને જૂન–જુલાઈ–ઓગસ્ટ–સપ્ટેમ્બર (જેજેએએસ) મહિનામાં ભારે હીટવેવના દિવસોમાં ૧૫ ગણો વધારો જોવા મળ્યો છે અને છેલ્લા દાયકામાં તે ભારે હીટવેવના દિવસોમાં માત્ર થોડા જ દિવસોમાં ૧૯ ગણો વધારો જોવા મળ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓકટોબર–ડિસેમ્બરમાં, હીટવેવથી પ્રભાવિત ભારતના ૬૨ ટકાથી વધુ જિલ્લાઓમાં અનિયમિત અને સતત વરસાદ જોવા મળ્યો હતો. વાતાવરણીય તાપમાન અને ભેજમાં વધારો વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં હીટવેવની સંભાવનાને વધારે છે.
તીવ્ર વરસાદની સાથે હીટવેવની વધતી જતી આવર્તન અને તીવ્રતા જીવન, આજીવિકા અને માળખાગત સુવિધાઓ પર નોંધપાત્ર અસર કરી રહી છે. એસરી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર ઈજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, માહિતગાર નીતિગત નિર્ણયો, આબોહવા અનુકૂલન અને સ્થિતિસ્થાપકતા માટે સર્વગ્રાહી, ડેટા આધારિત અભિગમ જરી છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ભારતમાં ચોમાસાની ઋતુમાં વરસાદ દિવસો સિવાયમાં ઉનાળા જેવી સ્થિતિનો અનુભવ કરી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech