રાજ્યભરમાં ઉંચકાતો ગરમીનો પારો: મહુવા અને ડાંગમાં 37 ડિગ્રીને પાર કરતું તાપમાન

  • February 29, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરમીનું જોર વધી રહ્યું છે. ગઈકાલથી ગરમીના પારો ઉચકાયો છે. રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ડાંગમાં 37.5 અને મહુવામાં 37.2 ડીગ્રી નોંધાયું છે.
કેશોદ, અમરેલી, રાજકોટ સુરત સહિત રાજ્યના અનેક સેન્ટરો એવા છે કે જ્યાં 36 ડિગ્રી કે તેનાથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ગરમીમાં સતત વધારો થતો રહેશે અને તાપમાનનો પારો ત્રણ ડિગ્રી જેટલો ઉચકાશે. રાજકોટમાં 36.6 કેશોદમાં 36.7 સુરતમાં 36.2 અમરેલીમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આજે લઘુતમ તાપમાનમાં પણ સામાન્યથી બે ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. સવારથી જ ગરમીનો અહેસાસ થાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ શુક્રવારથી બે દિવસ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર દાહોદ પાટણ દ્વારકા ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં માવઠાની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application