‘નેશનલ ડોકટર્સ ડે’ના દિવસે ડોકટરો દ્વારા શેર કરાયેલી હેલ્થ ટીપ્સ : સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ?

  • July 01, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. કારણકે તેઓ આપણા જીવનનું રક્ષણ કરે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોકટરોની એવી બાજુ જોઈ જેનાથી તેમના માટેનું સન્માન વધી જાય છે. પોતાના જીવની પરવા કર્યા વિના તેમણે દર્દીઓના જીવ બચાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. કલાકો સુધી PPE કીટમાં પરસેવાથી લથબથ રહેવા છતાં તેમણે પોતાની ફરજ નિભાવવામાંથી પાછી પાની ન કરી.


ડોકટરોના યોગદાન અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે લોકોને જાગૃત કરવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ડોક્ટરો આપણને ઘણી બધી વાતોનું પાલન કરવાનું કહે છે. જાતને સ્વસ્થ રાખવા માટે તમે તમારા રોજિંદા જીવનમાં શું કરી શકો તે અંગેની કેટલીક હેલ્થ ટીપ્સ ડોકટરો આપતા હોય છે જેને ફોલો કરીને સ્વસ્થ રહી શકો છો.


સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ


આપણી જાતને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું જોઈએ તે અંગે ડૉકટર જણાવે છે કે સારા સ્વાસ્થ્ય માટે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે દરરોજ ઓછામાં ઓછા 30-45 મિનિટ માટે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કરવી જોઈએ. જેમાં દરરોજ શરીરના વિવિધ ભાગો પર ધ્યાન આપી શકો છો.


સ્ટ્રેન્થ ટ્રેઇનિંગના ફાયદા વિશે ડૉકટરે જણાવ્યું હતું કે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કાર્ડિયો કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કમરનું કદ ઘટાડવામાં અને સ્નાયુઓની તકલીફ ઘટાડવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે.


ઉપવાસ મદદરૂપ


મેટાબોલિક સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ડોક્ટર  કહે છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ 16 કલાક તૂટક તૂટક ઉપવાસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય શકે છે. આ ઉપરાંત સારા સ્વાસ્થ્ય માટે આહાર પર ધ્યાન આપવું પણ જરૂરી છે. રોટલી અને ભાત ખાતા પહેલા પુષ્કળ શાકભાજી અને કઠોળ ખાવા જોઈએ. તેનાથી પેટ ભરેલું રહે છે અને તમે ઓછા પ્રમાણમાં રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ પણ ખાઓ છો. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય ખોરાકમાં ખાંડની માત્રા ઓછી કરવી ખૂબ જ જરૂરી છે.


યોગને જીવનનો એક ભાગ બનાવો


દરરોજ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અઠવાડિયામાં એક વખત યોગ કરવું એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણકે લવચીકતા વધારવાની સાથે-સાથે યોગ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. કસરતની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે, મૂડ સુધરે છે અને યાદશક્તિ પણ વધે છે.


નિયમિત તપાસ જરૂરી


આ સિવાય પુષ્કળ પાણી પીવું, ધૂમ્રપાન ન કરવું અને આલ્કોહોલ ન લેવું એ જૂના રોગોથી બચવામાં મદદ કરે છે. ઉપરાંત નિયમિત ચેકઅપ કોઈપણ રોગને તેના પ્રારંભિક તબક્કામાં શોધવામાં મદદ કરે છે. તેથી ડોકટરો સમયાંતરે ચેકઅપ અને રસી લેવાની ભલામણ કરે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તમારે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલી આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application