Aajkaalteam
રાજ્યના જરૂરતમંદ નાગરિકોને ગંભીર રોગોની સારવાર નિ:શુલ્ક પૂરી પાડવા માટે અમલી બનાવેલી "આયુષ્માન કાર્ડ" યોજનાનો મહત્તમ નાગરિકો સુધી લાભ પહોંચાડવા માટે આરોગ્ય શાખા નાગરિકોને માહિતગાર કરી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા દિનદયાળ ક્લિનિક ખાતે પપેટ શો ના માધ્યમ દ્વારા લોકોમાં આયુષ્માન કાર્ડ (PMJAY-MA) ની જન જાગૃતિ માટે અને પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી, જેથી સામાન્ય લોકોને "આયુષ્માન કાર્ડ" અંગે માહિતી મળી રહે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાર લાખથી ઓછી આવક ધરાવતા 58 વર્ષની ઉંમરના નાગરિકો તથા છ લાખ થી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝન કુટુંબને આધાર કાર્ડ અને રેશનકાર્ડ તેમજ મામલતદારનો આવકનો દાખલો રજૂ કરતા આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. તેમજ કોઈને ઈમરજન્સી જરૂર પડે તો તાત્કાલિક માન્ય હોસ્પિટલમાં પણ કાઢી આપવામાં આવે છે અને ત્યાં જ સારવાર આપવામાં આવે છે આ કાર્ડ ગંભીર રોગો જેવા કે હૃદય રોગનો હુમલો, કિડનીની બીમારી, કેન્સરની બીમારી, ગંભીર અકસ્માત વગેરે જેવા રોગોમાં સામાન્ય લોકોને પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર ખાનગી અધ્યતન હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવે છે. માટે આ કાર્ડ કઢાવવું સામાન્ય વર્ગ માટે ખૂબ જ જરૂરી છે, આ પપેટ શો દ્વારા જે સંદેશો આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચે અને આયુષ્માન કાર્ડ કઢાવે તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે લોકોને દોડવું ન પડે અને પૈસા ખર્ચ ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech