આરોગ્ય વિભાગ દ્વારા લાખાબાવળ ગામે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

  • August 03, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યક્રમમાં સગર્ભા બહેનોેને સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવ્યું

તારીખ ૦૧ થી ૦૭ ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના આંબેડકર નગર આવાસ વિસ્તારમાં ફળિયા મીટીંગમાં સગર્ભા માતાને બોલાવી પ્રસુતિ બાદ ૬ મહિના સુધી માત્ર માતાના ધાવણ નું મહત્વ સમજાવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતા બનવું અને બાળકને સ્તનપાન કરાવવું તે મહિલા માટે જીવનનો સર્વોતમ લ્હાવો હોય છે.
એક માતા જ્યારે બાળકને વાત્સલ્યથી છાતીએ વળગાડીને દૂધ પીવડાવી રહી હોય તે દ્રશ્ય સૌથી પવિત્ર માનવામાં આવે છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી જીવનશૈલીને (કશરય તિુંહય) પરિણામે માતા બનતી યુવતીઓ બાળકને સ્તનપાન નથી કરાવી શકતી અથવા તો વજન વધી જવાની ચિંતાને કારણે બાળકને સ્તનપાન કરાવવાથી આ બાબતે શરમ અને સંકોચ અનુભવે છે. બાળકને સ્તનપાન કરાવવું એ માતાનો મોટો અધિકાર છે અને આ અંગેની જાગૃતિ લાવવા માટે વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી કરવામાં આવે છે.
સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. બાળકને ૬ મહિના સુધી માત્ર માતાનું ધાવણ આપવાથી બાળકને રોગ સામે લડવાની શક્તિ મળે છે, તથા બાળકના વિકાસમાં ખુબ મદદ કરે છે. સ્તનપાન કરાવવાથી માતા અને બાળકનો પ્રેમ વધે છે. તેમજ માતાઓને ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો મલેરીયા, ડેન્ગ્યું વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ભૂમિ ઠુમરના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર, એફ.એચ.એસ. પુષ્પાબેન તીલાવટ, એમ.પી.એસ. પંકજ સરવૈયા અને વિમલ નકુમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application