દિવાળી તહેવારોનું કાઉન્ટ ડાઉન શ થઈ ગયું છે ત્યારે રજાઓમાં નોકરીયાત પરિવારો, વિધાર્થીઓ વગેરેમાં આ વખત હરિદ્રાર, અયોધ્યા, સીમલા, કાશ્મીર સહિતના ઉત્તર ભારતના શહેરો હોટ ફેવરિટ છે, જેમાં ઉતરાંચલ, વૈષ્ણોદેવી, મુઝફરપુર સહિતની ટ્રેનોમાં ડિસેમ્બર સુધી લાંબું વેઇટિંગ લિસ્ટ તેમજ ત્યારબાદ આર.એ.સી. જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગોવા સહિત દક્ષિણ ભારતની ટ્રેનોમાં તહેવારો સિવાયના દિવસોની રિઝર્વેશન ટિકિટો મળી શકે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
હરિદ્રાર ઋષિકેશ સહિત ચારધામની યાત્રાએ જવા માટે સૌરાષ્ટ્ર્રની એકમાત્ર ટ્રેન ન.ં ૧૯૫૬૬ ઓખા દેહરાદુન ઉતરાંચલ એકસપ્રેસમાં દિવાળી તહેવારો ઉપરાંત જાન્યુઆરી મહિના સુધી ૪૦ થી ૧૭૦ સુધીનું વેઇટિંગ લિસ્ટ હોય યાત્રીઓનો ખૂબ જ ધસારો છે. યારે સાહમાં ગુ અને શુક્રવારે ઉપડીને અજમેર, જયપુર, દિલ્હી, લખનૌ ગોરખપુર સહિતના શહેરોને આવરી લેતી પોરબંદર મુઝફરપુર ટ્રેન ન.ં ૧૯૨૬૯માં આખા નવેમ્બર માસ દરમિયાન ૪૦ થી ૧૪૫નું વેઇટિંગ, યારે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આર.એ.સી.(એટલે કે ટિકિટ કેન્સલ થાય તે મુજબ જગ્યા મળે) જોવા મળી રહ્યું છે.
મંગળ અને બુધવારે હાપા તેમજ જામનગરથી ઉપડતી માતા વૈષ્ણોદેવી કટરાની ટ્રેન નંબર ૧૨૪૭૫ અને ૧૨૪૭૭માં પણ અડધા નવેમ્બર માસ દરમિયાન ૮૫ સુધીનું વેઇટિંગ અને ત્યારબાદ ફેબ્રુઆરી સુધી આર.એ.સી. (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) જોવા મળી રહ્યું છે. એ જ રીતે દર ગુવારની મધ્ય ભારત ઉત્તર ભારતમાં આગ્રા અયોધ્યા પ્રયાગરાજ જવાની નંબર ૨૨૯૬૯ ઓખા વારાણસી ટ્રેનમાં અડધા ડિસેમ્બર સુધી ૨૩ થી ૧૦૮ સુધીનું વેઇટિંગ લિસ્ટ છે. દર ગુવારે ઉપડતી રાજકોટ દિલ્હી સરાઈ રોહિલ્લા નંબર ૨૦૯૧૩ ટ્રેનમાં અડધા નવેમ્બર મહિના સુધી ૮૦ સુધીનું વેઇટિંગ છે. આ ઉપરાંત મધ્ય ભારત, ઉત્તર ભારતમાં મથુરા આગ્રા અયોધ્યા અને પુર્વમાં કામખ્યા જવાની નંબર ૧૫૬૩૫ ઓખા ગોહાટી દર શુક્રવારની ટ્રેનમાં ફેબ્રુઆરી મહિના સુધી ૯૦ સુધીની પ્રતીક્ષા યાદી છે. યારે દર બુધ અને ગુવારે ઉપડતી કોલકાતા જવાની ન.ં ૧૨૯૦૫ પોરબંદર શાલીમાર એકસપ્રેસમાં જાન્યુઆરી મહિના સુધીની પ્રતીક્ષા યાદી અને આરએસી છે. દર રવિવારની નંબર ૨૨૯૦૫ ઓખા શાલીમાર ટ્રેનમાં જાન્યુઆરી માસમાં પણ ૧૩૫ સુધીની પ્રતિક્ષા યાદી છે. પૂર્વ ભારતની દર બુધવારે ઉપડતી અન્ય ટ્રેન નંબર ૨૦૮૨૦ ઓખા પુરી એકસપ્રેસમાં નવેમ્બર માસમાં વેઇટિંગ છે.
જોકે ગોવા, મેંગલુ અર્નાકુલમ તેમજ દક્ષિણ ભારતમાં જવાની દર શુક્ર અને શનિવારની નંબર ૧૯૫૭૮ જામનગર– તિનેલવેલી ટ્રેનમાં તહેવારો ઉપરાંત નવેમ્બરના બીજા સાહ સુધી ૧૦ થી ૬૬ સુધીની પ્રતિક્ષા યાદી છે. ગોવા માટેની દર બુધવારની નંબર ૨૨૯૦૮ હાપા મડગાંવ ટ્રેનમાં તહેવારોમાં ૧૭ થી ૭૩ ની પ્રતીક્ષા યાદીને બાદ કરતા ફેબ્રુઆરી સુધીની ટિકિટો ઉપલબ્ધ છે. એ જ રીતે દર સોમ અને શનિવારની ૧૬૩૩૭ હાપા અર્નાકુલમ ટ્રેનમાં દિવાળી, નવેમ્બર માસમાં વેઇટિંગ અને આરએસી બોલે છે. દર ગુવારની નંબર ૧૬૩૩૩ વેરાવળ ત્રિવેન્દ્રમમાં પણ તહેવારોમાં પ્રતિક્ષા યાદી છે. આમ એકંદરે હાલ ઓકટોબર માસ સુધી ૧૨૦ દિવસ અગાઉ રિઝર્વેશન સુવિધાનો લાભ લઈને ઉત્તર ભારતની મોટાભાગની ટ્રેનોમાં ફેબ્રુઆરી માસ સુધી પ્રતીક્ષા યાદી અથવા આરએસસી છે. યારે મુંબઈ, પુના સહિત દક્ષિણ ભારતની ટ્રેનોમાં દિવાળી તહેવારોમાં પ્રતીક્ષા યાદી છે, નવેમ્બરના ત્રીજા સાહથી ટિકિટો ઉપલબ્ધ છે
યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સાના શ્રમિકોની ભારે ભીડ
તહેવારો અને વેકેશનમાં ઉત્તર ભારતની તમામ ટ્રેનો ભરચક્ક હોય અગાઉથી રિઝર્વેશન નહીં કરાવનારા ઉતાઓનો હવે તત્કાલ ટિકિટ માટે રિઝર્વેશન ઓફિસ તેમજ ઇન્ટરનેટ એ જ ઉપાય રહ્યો છે. બીજી તરફ રાજકોટ, શાપર વેરાવળ, મેટોડા, લોધીકા, ગોંડલ રોડ સહિતના સૌરાષ્ટ્ર્રભરના ઔધોગિક ઝોનમાંથી યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોના શ્રમિકો તહેવારોમાં વતન જવા માટે ઉમટી પડશે, તેમાં મોટાભાગના શ્રમિકો પાસે રિઝર્વેશનના ભાવ તમામ ટ્રેનોમાં ભીડ વધી જશે.
રિઝર્વેશન સમય ૧૨૦ને બદલે ૬૦ દિવસનો થવાનો લાભ ભવિષ્યમાં મળશે
હાલ રેલવેમાં ૧૨૦ દિવસ પૂર્વે રિઝર્વેશન થઈ શકે છે, પરંતુ રેલ્વે દ્રારા હવે તા. ૧ નવેમ્બર,૨૦૨૪થી ૬૦ દિવસ પૂર્વે રિઝર્વેશનનો નિયમ લાગુ પડનાર છે, ત્યારે ભવિષ્યમાં આ નિયમ ઉતાઓ માટે ફાયદાકારક નિવડશે. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૨૦ દિવસ પૂર્વે રિઝર્વેશનના કારણે હોટ ફેવરિટ સ્થળોની પુષ્કળ ટિકિટો કાળા બજારિયા તત્વોના હાથમાં જતી હતી, ખરા લાભાર્થીઓ રહી જતા હતા, હવે કાળા બજારીયા તત્વોના હાથમાં ઓછી ટીકીટો જશે.
જબલપુર અને સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ ટ્રેનોમાં નો–રૂમ : મુંબઈની ટ્રેનો તહેવારોમાં પેક
ઉૈન, પંચમઢી, નર્મદા ભેડાઘાટ સહિતના સ્થળોએ જતી રોજિંદી ટ્રેન ન.ં ૧૧૪૬૩ સોમનાથ જબલપુર એકસપ્રેસ ટ્રેનમાં ચાર મહિના હાઉસફુલ છે, આ ઉપરાંત પોરબંદરથી મુંબઈની એકમાત્ર ટ્રેન નં.૧૯૦૧૬ સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસમાં પણ ચાર મહિના સુધી નો–મ જેવી હાલત છે. આ ઉપરાંત મુંબઈની અન્ય ટ્રેનો સૌરાષ્ટ્ર્ર જનતા, સૌરાષ્ટ્ર્ર મેલ, દુરાન્તો, હમસફર એકસપ્રેસ ટ્રેનોમાં પણ તહેવારો દરમિયાન તત્કાલ સિવાયની કોઈ ટિકિટ મળી શકે તેમ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech