સમગ્ર દેશમાં ગઈકાલે રાત્રે 12ના ટકોરે ધામધૂમ સાથે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને ક્લબો ફૂલ જોવા મળ્યા હતા. યુવાનોએ ડાન્સ કરી અને ફટાકડા ફોડી નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. દરેક લોકો નવા વર્ષને વધાવવા ઉત્સાહિત છે. દેશના વિવિધ ભાગોમાં લોકો આજે પણ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. નવું વર્ષ સૌપ્રથમ ક્રિસમસ આઇલેન્ડમાં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશોએ ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરી હતી.
મુંબઈ, દિલ્હી, પૂના, બેંગ્લુરુ, અમદાવાદ સહિતના શહેરમાં વિવિધ પ્રકારના ઉત્સવો થઈ રહ્યા છે. દરેક લોકોએ જૂના વર્ષ 2024 ને ખુશીઓ સાથે વિદાય આપી હતી. દરેક વ્યક્તિ આશા રાખે છે કે નવુ વર્ષ 2025 દરેકના જીવનમાં ખુશીઓ લઈને આવશે. હિમાચલ પ્રદેશમાં પણ નવા વર્ષની જોરશોર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મનાલીમાં ખૂબ જ શાનદાર રીતે લોકોએ નવા વર્ષને આવકાર્યું છે.
મુંબઈમાં નવા વર્ષ 2025ને આવકારવા માટે લોકો બાંદ્રા કાર્ટર રોડ પર એકઠા થયા હતા. બરાબર 12 વાગ્યે લોકોએ નવા વર્ષની શુભકામનાઓ સાથે નવા વર્ષની ઉજવણી શરૂ કરી હતી. કોલકાતાના પાર્ક સ્ટ્રીટમાં નવા વર્ષની ઉજવણીમાં લોકોની ભીડ ઉમટી હતી. સૌ કોઈ નવા વર્ષને આવકારી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, પૂના, કોલકાતા જેવા મોટા શહેરમાં જશ્નનો માહોલ છે.
નવા વર્ષ 2025ને આવકારવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે. લોકો નવા વર્ષને આવકારી મન મૂકીને નાચ્યા હતા. તમામ લોકો નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા વર્ષને આવકારવા મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. વારાણસીમાં ગંગા આરતી દરમિયાન પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. શિવનગરી કાશીમાં નવા વર્ષને આવકારવા માટે ગઈકાલે સાંજે દશાશ્વમેધ ઘાટ ખાતે ભવ્ય અને અદભૂત ગંગા આરતી થઈ હતી. આજે નવા વર્ષની સવારે મુંબઈમાં સિદ્ધિ વિનાયકના દરબારમાં ભક્તોની ભારે ભીડ જામી છે. સવારે સિદ્ધિ વિનાયકની આરતી કરવામાં આવી, ગણપતિના આશીવર્દિ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ ઉપરાંત અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વૃંદાવનના પ્રેમમંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ પહોંચીને ભગવાનના આશીવાર્દ લીધા હતા. અયોધ્યાના રામ મંદિરમાં વર્ષ 2024ની છેલ્લી સાંજે આરતી કરવામાં આવી હતી. આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભગવાનના આશીવર્દિ મેળવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2025ના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, કે આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે. દરેક વ્યક્તિને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીવર્દિ મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech