હાપા માર્કેટીંગ યાર્ડમાં મંગળવારના રોજ સૌથી વધુ આવક કપાસ અને લસણની નોંધાઇ હતી જેમાં કપાસ ૧૦૧૨૩, લસણ ૭૧૧૦ મણ આવક થવા પામી હતી જયારે ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો જીરૂના ૩૩૦૦ થી ૪૦૧૫ અને મરચાના ૯૬૦ થી ૪૦૦૦ સુધી બોલાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૪૦૦ થી ૫૭૦, બાજરી ૩૦૦ થી ૩૯૫, ઘઉં ૪૦૦ થી ૫૫૩, અળદ ૧૦૦૦ થી ૧૨૬૫, તુવેર ૮૪૫ થી ૧૨૮૫, ચોળી ૫૦૦ થી ૭૬૫, મકાઇ ૨૦૦ થી ૩૩૦, ચણા ૯૫૦ થી ૧૦૫૦, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૫૯૦, મગફળી જીણી ૧૧૦૦ થી ૧૪૦૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૨૭૦, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૪૯૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૫૫૫, તલી ૧૬૫૦ થી ૧૭૦૧, લસણ ૧૦૦૦ થી ૨૪૭૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૭૫, અજમો ૧૩૨૫ થી ૩૯૦૦, અજમાની ભૂસી ૨૦ થી ૧૬૫૦, ધાણા ૧૪૦૦ થી ૧૫૨૫, ડંગળી સુકી ૩૦ થી ૨૭૫, સોયાબીન ૭૦૦ થી ૯૧૦, વટાણા ૯૦૦ થી ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૨૬૮૩૨ મણ ગુણી ૧૦૦૦૬ જે ૧૦૭૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે મરચા અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.