ગઈકાલે મોડી સાંજે વલસાડ જિલ્લાના ધરમપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો તોફાની પવન સાથે ઝાપટું પડ્યું હતું. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળે જાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગઈકાલે રવિવારે ગરમીના મામલે પ્રમાણમાં રાહત મળી હતી. રાજકોટ અને અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી ગયું હતું રાજકોટમાં 40.9 અને અમદાવાદમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.
સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે હોય છે. પરંતુ ભુજ દ્વારકા કંડલા નલિયા ઓખા પોરબંદર વેરાવળ સહિત બધે જ મહત્તમ તાપમાન 30.6 થી 39.4 ડિગ્રી સુધી નોંધાયું છે. ભેજનું પ્રમાણ પણ રૂટીન કરતાં ઘણું વધારે હોવાના કારણે લોકો આખો દિવસ ગરમ- ભેજવાળા વાતાવરણના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ભુજમાં ગઈકાલે 39.4 દ્વારકામાં 30.6 કંડલામાં 34.8 નલિયામાં 34 ઓખામાં 32.8 પોરબંદરમાં 33.5 સુરતમાં 38.6 વેરાવળમાં 32.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ તમામ સેન્ટરોમાં આજે નોંધાયેલા ભેજના પ્રમાણની વાત કરીએ તો ભુજમાં 82 દ્વારકામાં 80 કંડલામાં 79 નલિયામાં 77 ઓખામાં 74 પોરબંદરમાં 81 સુરતમાં 80 અને વેરાવળમાં 79 ટકા ભેજ નોંધાયો છે.
હવામાન વિભાગે મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઝારખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ માટે આગામી તારીખ 23 સુધીનું હીટ વેવનું એલર્ટ આપ્યું છે. કેરલા તમિલનાડુ પુડીચેરી આંધ્રપ્રદેશ કર્ણાટક પશ્ચિમ બંગાળમાં આગામી તારીખ 25 સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માટેની આગાહી કરવામાં આવી છે. જ્યારે હરિયાણા ચંદીગઢ વેસ્ટ ઉત્તર પ્રદેશ અને ઓડીશામાં રાત્રિનું તાપમાન પણ ઊંચે જવાની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application