જીએસટીના બોગસ બીલીંગ કૌભાંડમાં ઝડપાયેલા રાજકોટના એક વેપારી અને ભાવનગરના ૨૪ વેપારીઓ સામે ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ જીએસટી દ્રારા ગત વર્ષે અને આ વર્ષની શઆતમાં બોગસ બીલિંગના બે મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.જીએસટી વિભાગ દ્રારા અત્યાર સુધીમાં ૧૪૧ ની આ બિલિંગ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે તેમાંથી ૧૩૬ ની ધરપકડ ભાવનગર પોલીસ દ્રારા કરાઈ હતી બાકીની પાંચની ધરપકડ ગુજરાત જીએસટી દ્રારા કરવામાં આવી હતી. આ બોગસ બિલિંગ પ્રકરણમાં સતત બીજી અને ત્રીજી વખત આવી વેપારીઓના નામ ખુલ્યા હતા જેની સામે ગુજસીટોકનું શક્ર વિભાગે ઉગામ્યુ છે.
આ વેપારીઓમાં રાજકોટનો જતીન ઉર્ફે જલારામ પ્રફુલ કકકડ, ભાવનગરમાંથી અમન ચૌહાણ, ખાલીદ ચૌહાણ, રાજુ ચૌહાણ, સલીમ સરમાલી, શાહખ શેખ, નિઝામ ચુડાસરા, અહમદ ઉર્ફે અમીન કસમાલી, શાહખ પઠાણ, વસીમ ઉર્ફે સાવજ, અકિલ પંજવાણી, નદીમ કુરેશી, ઝાકીર હત્પસેન ઉર્ફે મુરઘી ખોખર, રિયાઝ ગોગડા, ફિરોઝ ખાન પઠાણ, મહમદ હત્પસૈન કટારીયા, જુનેદ સૈયદ, અમીન કીટાવાલા, કાસીમ ગોવાણી અને જુનેદ ગોગડા સામે આ કાર્યવાહી કરવામાં આવશે. યારે બીજા પ્રકરણમાં ફિરોઝ પઠાણ, ઇમરાન મેમણ, ઈરફાન ગોરી, મહંમદ કુરેશી અને આસિફ ડોલાનો સમાવેશ થાય છે.
બે વર્ષમાં સામે આવેલા આ બોગસ બીલીંગ કૌભાંડમાં સમગ્ર દેશભરમાંથી ૧૩,૩૪૫ બોગસ જીએસટી નંબરની ઓળખ કરવામાં આવી હતી જેમાંથી ગુજરાતમાં ૪૩૦૮ જીએસટી નંબર નોંધાયા છે તથા દેશના અન્ય રાયોમાં ૯૦૩૭ નંબર નોંધાયેલા છે આ બોગસ જીએસટી નંબર પૈકી ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની તેમજ તેમના થકી બોગસ આઈ ટી સી મેળવનાર સામે કાર્યવાહી ચાલુ છે.
આ પ્રકરણમાં અત્યાર સુધી ૧૪૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવે છે જરી તપાસ કર્યા બાદ અને આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી અન્ય ગુનાહિત પ્રવૃત્તિના આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ૧૯ લોકો વિદ્ધ અને રાજકોટના એક શખ્સ વિદ્ધ ગુજસીટોક ની કલમ ઉમરેવા માટે અરજી કરી હતી જેને મંજુર કરવામાં આવતા છેવટે આવી લોકો સામે આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech