ઉત્તરાયણના તહેવારને લઈ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી થઈ છે. જેમાં જોખમી દોરી અને તુક્કલને લઈ અરજી કરવામાં આવી છે, અરજદારે જોખમી દોરી અને ચાઇનીઝ તુક્કલ પર રોક લગાવવા માગ કરી છે, બીજી તરફ હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે, ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો, જાહેરમાં વપરાતી જોખમી વસ્તુઓનું ધ્યાન રાખો અને લોકોના જીવ જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખો. જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટે સૂચના આપી છે.
અનેક લોકોના જીવ ગયા છે ચાઈનીઝ દોરીથી
ગુજરાતમાં ઉત્તરાયણનું અનોખું મહત્વ છે અને લોકો ધામધૂમથી તહેવારની ઉજવણી કરતા હોય છે પણ ઉજવણીના ભાગરૂપે લોકો અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરીથી લોકોને નુકસાન ન થાય તેને લઈ લોકો પણ સચેત નથી, ગુજરાતમાં ખાનગી રાહે ચાઈનીઝ દોરી અને આકાશી તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે, ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેઠા છે ત્યારે ચાઈનીઝ તુક્કલથી આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech