સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી આસારામની જામીન અરજી પર હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ આજે ફરી સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે કે 30 જૂન સુધીના હંગામી જામીન આપ્યા છે.
સવારે ડબલ જજની બેંચમાં થયેલી સુનાવણીમાં બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે 3 મહિનાના જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો અભિપ્રાય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ એક્ટિંગ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી અને હાઇકોર્ટના જજ એ.એસ. સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરી હતી. બપોર બાદ આસારામની જામીન અરજી ઉપર એ. એસ.સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જજ ઈલેશ વોરા 03 મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા. જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા.
આસારામે કેમ જામીન માગ્યા?
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં તબીબી કારણોસર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમે ઑર્ડરમાં કહ્યું હતું કે તેને લંબાવવા સંલગ્ન હાઇકોર્ટમાં અરજી કરી શકાશે, એટલે આસારામે હાઇકોર્ટ સમક્ષ વધુ 06 મહિનાના જામીન માંગ્યા છે.
86 વર્ષના આસારામને 85 ટકાથી વધુના ત્રણ બ્લોકેજ
આસારામના વકીલે જામીન અરજીમાં કહ્યું હતું કે આસારામ 86 વર્ષનો છે અને 85 ટકાથી વધુના ત્રણ બ્લોકેજ(હ્રદય સંબંધિત બીમારી) છે. તેની કથળેલી તબિયતને જોતાં જ સુપ્રીમે તેને હંગામી જામીન આપ્યા હતા. તેનું એઇમ્સ જોધપુરમાં ચેકઅપ થયું હતું, 29 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ બાદમાં તેને આયુર્વેદિક તબીબોને બતાવ્યું હતું. ઉજ્જૈનમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ થવાની છે. 15 માર્ચે ઉજ્જૈન ગયો હતો અને હવે 14 દિવસ પછી તેને પાછું બતાવવા જવાનું છે. જેલમાં મેડિકલ સુવિધાઓ લિમિટેડ હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech