ગુજરાત એટીએસએ ગોધરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પોલીસને પણ સાથે રાખી હતી. ગોધરાના લધુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખસને ઉઠાવ્યા હોવાની જાણકારી હાલ મળી રહી છે. આ બંને શખસ 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા છે. જેને લઈ એટીએસ દ્વારા બે શંકાસ્પદ શખસને SP કચેરી ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા હતા. જેમાં ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પોલીસે બે શખસની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ SP કચેરીએ આ બન્ને શખસની પૂછપરછ હાથ ધરાઈ છે.
6 દિવસ પહેલાં સાણંદમાં NIAએ સર્ચ કર્યું હતું
6 દિવસ પહેલા અમદાવાદના સાણંદમાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિ આદિલની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech