દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હીટવેવની અસર વર્તાઈ રહેલ કોઈ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાને હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ના કરવું તે માટે નીચી મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
હીટવેવથી બચવા શું કરવું:
* સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચો.
* પૂરતું પાણી પીવું તથા ORS, ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ(કાચી કેરી), લીંબુ પાણી, છાસ વગેરેનો ઉપયોગ કરવો, જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
* હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા.
* બંને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ,સૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો.
* તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રિ બારીઓ ખોલવી.
* હિટ સ્ટ્રોક, હિટ રેસ અથવા હિટ ક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખો.
* માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને હુમલા. જો તમે બેભાન અથવા બીમાર અનુભવો છો તો તરત જ ડોક્ટરને મળો.
* પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી પીવો.
* સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું.
હીટવેવથી બચવા શું ન કરવું:
* તડકામાં ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ વાગ્યા બહાર જવાનું ટાળો.
* ઘાટા, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો.
* જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળો.
* બપોરે ૧૨ થી ૩ વાગ્યા વચ્ચે બહાર કામ કરવાનું ટાળો.
* ખુલ્લા પગે બહાર ન જાવ.
* પિક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા અને બારીઓ ખોલો.
* બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં કારણ કે તેઓ હિટવેવથી પ્રભાવિત થઈ શકે છે.
* આલ્કોહોલ, ચા,કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળો, જે શરીર ડિહાઈડ્રેટ કરે છે.
* ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.
હીટવેવ સંબંધે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો ડ્રિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, દેવભૂમિ દ્વારકા ખાતે ફોન નં. ૭૮૫૯૯૨૩૮૪૪ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સંપર્ક કરી શકશો તેમ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર દેવભૂમિ દ્વારકા યાદીમાં જણાવાયું છે.