જામનગર : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 78 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

  • October 10, 2024 12:09 PM 

જામનગર : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 78 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

એક સાથે ત્રણ પેઢી રાસ ગરબા રમે છે. 5 વર્ષની બાળા તેની માતા અને દાદી સાથે ગરબા રમે છે.  

છેલ્લા 78 વર્ષથી સંસ્થા દ્વારા નવરાત્રીનું પર્વ આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. અર્વાચીન ગરબાની જેમ અહીં આધુનિક ડીજે સાઉન્ડસીસ્ટમ નથી હોતા.


નવરાત્રી પર્વ પર પ્રાચીન - આર્વાચીન ગરબા અને દાંડીયારાસ રાજયભરમાં રમાય છે. પરંતુ રાજયના અનેક એવા સ્થળો છે, જયાં પ્રાચીન ગરબીથી પરંપરાગત રીતે માતાજીની આરાધાના કરવામાં આવે છે. આવી વિશેષ અને અનોખી ગરબી જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજીની મંદિરમાં છેલ્લા 78 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબી, જેનું જામનગર શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે.

ગુગળી બ્રાહ્મણ 505ની મહિલાઓ દ્વારા ચાલતી પ્રાચીન ગરબી મંડળમાં માત્ર મહિલાઓ જ રાસ રમે છે. પ્રાચીન ગરબાની અનેક વિશેષતાઓ પૈકી એક વિરોષતા છે કે અહીં આધુનિકતાનો રંગ ન લાગીને પ્રાચીન ગરબાને મહિલાઓ પોતે ગાતા-ગાતા રાસ ગરબા રમે છે. માતાનો ભકિત- આરતી, આરાધના સાથે રાસ ગરબા સાંજના સમયે રમવામાં આવે છે. જેમાં પ્રાચીન ગરબા, છંદ સંગીત સાથે મહિલાઓ ગાવાની સાથે ગરબે યુમે છે. અંહી નાની બાળા અને તેની માતા, દાદી એક સાથે ગરબા રમે છે. 

નવરાત્રીના પર્વ પર દૈનિક ગુગળી પરિવારની મહિલાઓ એક સાથે સરખો પહેરવેશ કરીને અને સોળે સળગાર સાથે રાસ રમે છે. જે માટે સદસ્યની કમિટી સભ્યો દ્વારા અગાઉથી આયોજન મુજબ અલગ-અલગ સાડી, પટોળા, બાંધણી, કે કલર નિયત કરે છે. જે મુજબ એક સરખા પહેરવેશ સાથે ગુગળી બ્રાહ્મણ પરિવારની મહિલાઓ એક તાલે, એક સાથે ગરબાનો આનંદ માણે છે.

અહીં દૈનિક વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમજ પ્રસાદ અને ઈનામો સંસ્થા દ્વારા આપવામાં આવે છે. દશેરાના દિવસે મંડળની બહેનોને નવરાત્રી પર લાણી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. 

નવરાત્રીના છઠ્ઠના દિવસે ખાસ ઈશ્વર વિવાહના છદ સાથે મહિલાઓ ગરબા રમે છે. દેવદાસ રચિત ઈશ્વર વિવાહમાં મહિલાઓ ગાવાની સાથે ગરબા રમે છે. જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થાય છે. આ રાસ કલાકો સુધી ચાલે તેવો લાંબો રાસ હોય છે.

સંસ્થાની આશરે 300 જેટલી મહિલાઓ નવરાત્રી પર્વ ભકિત-ભાવ, ઉત્સાહ, ઉમંગથી પરિવારની મહિલાઓ દ્વારા એક સાથે ઉજવવામાં આવે છે. શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સ્ત્રી મંડળમાં નવરાત્રી પર્વની ઉજવણી પરંપરાગત, ઉત્સાહ ઉમંગ સાથે મહિલાઓ કરે છે. જેમા સંસ્થાના પ્રમુખ માધવીબેન ઠાકર, ઉપપ્રમુખ દક્ષાબેન દવે તેમજ સક્રિય સભ્ય કામીનીબેન દવે, શોબનાબેન ઠાકર, સપનાબેન ઠાકર સહીત સભ્યો દ્વારા મહિલાઓ સુધી તૈયારી અને આયોજન કરવામાં આવે છે. જેને સફળ કરવા માટે સંસ્થાની દરેક સભ્ય પરીવાર બની એક સાથે કામગીરી કરે છે.
​​​​​​​

છેલ્લા 78 વર્ષથી સસ્થા દ્વારા નવરાત્રીનું પર્વ આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. અર્વાચીન ગરબાની જેમ અહીં આધુનિક ડીજે જેવા સાઉન્ડસીસ્ટમ નથી હોતા, મહિલાઓ જ રાસ રમતા-રમતા ગરબા ગાય છે. અર્વાચીન રાસ-ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરપરા જાળવે છે. જેમાં નવી પેઢીની યુવતિઓ અને મહિલાઓ ઉત્સાહથી જોડાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application