હળવદ સરકારી હોસ્પિટલના સત્તાધિશોની ઘોર બેદરકારી: જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો

  • March 06, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ સરકારી હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટના કચરો્ દેખાતા  દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. હળવદની સરકારી હોસ્પિટલમાં મેઇન ગેઇટ અંદર જતાની સાથે મેડિકલ વેસ્ટના ઢગલા નજરે પડી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં રખાયેલ વોટર કુલરમાં મેડિકલ વેસ્ટ પડયો છે. જેને કારણે લોકોના આયોગ્ય સાથે ચેડાં થતાં નજરે પડી રહયા છે.હળવદની સરકારી હોસ્પિટલ જેને તાત્કાલિક સુવિધા રૂપી ઇન્જેક્શનની તાતી જરૂરિયાત છે.જનતા પ્રતિનિધિ જાગે અને હોસ્પિટલમાં સગવડતા પુરી કરવા તેવી શહેરીજરોની માંગણી ઉઠવા પામી છે.
રોગચાળાના વાયરા વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના સતાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં હળવદ સરકારી હોસ્પિટલમાં જ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં મુખ્ય ગેટ સામે અંદર જતાની સાથે મેડિકલ વેસ્ટના ઢગલાં નજરે પડી રહ્યા છે. જે દર્દીઓના આરોગ્ય પર જોખમ ઊભી કરી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં રખાયેલ વોટર કૂલરના સ્ટેડ માં પણ મેડિકલ વેસ્ટ નજરે પડે છે. જે દર્દીઓ પર ઇન્ફેક્શનનુ જોખમ વધારી રહ્યા છે. તેમજ મેડિકલ વેસ્ટ દર્દીઓ દ્વારા નાખવામાં આવતા હોવાનું રટણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હળવદ સરકારી હોસ્પિટલ રામ ભરોસે હોવા છતાં સત્તાધીશો સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે ચેપી રોગોના પ્રમાણ પણ વધતા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહયા છે.હળવદની સરકારી હોસ્પિટલ ને તાત્કાલિક સુવિધા રૂપી ઇન્જેક્શનની તાતી જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે.સરકારી હોસ્પિટલ રામ ભરોસે! દર્દીઓ પર ઇન્ફેક્શન નું જોખમ! દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News