રાજકોટ ભાવનગર હાઇવે ઉપર બાબરા બસ સ્ટેશન એ સૌથી મોટો બસ સ્ટોપ છે. આ બસ સ્ટોપ ઉપર રોજની ૨૦૦ જેટલી બસો અને રોજના અંદાજે ૨૦૦૦ જેટલા લોકો મુસાફરી માટે આવન જાવન કરતા હોય છે. મુસાફરોથી ખીચોખીચ એવા આ બસ સ્ટોપ પર એસ.ટી. વિભાગ દ્રારા આજ સુધી સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ નથી...!! રાયમાં થતા ગુનાઓ અટકાવવા માટે તથા વણ શોધાયેલા ગુનાઓ શોધવામાં આવા જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવા માટે સરકાર તરફથી પણ સમયાંતરે પરિપત્રો કરવામાં આવેલ છે. તેમ છતાં મુસાફરોથી ભરચક એવા બાબરા બસ સ્ટોપ પર તત્રં દ્રારા આજ સુધી સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવેલ નથી. મુસાફરોથી ધમધમતા બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાડવાથી છેડતીના બનાવો, ચોરીના બનાવો બનતા અટકાવી શકાય છે આ ઉપરાંત સીસીટીવી કેમેરાને કારણે બસ મારફત મુસાફરી કરતા અનેક ગુનેગારો પણ આઇડેન્ટિફાઈ થઈ શકે છે. આ ઉપરાંત અનેક ડ્રાયવર–કંડકટર બસને પ્લેટફોર્મ પર ઉભી રાખીને પેસેન્જર લેવાને બદલે મેદાનમાંથી જ વાળીને જતા રહે છે તેમજ પૂરતો સમય બસ સ્ટોપ પર બસ ઉભી રાખી નિયમ પ્રમાણે રિઝર્વેશન વાળા પેસેન્જરને લેવાતા નથી અને જાણ પણ કરાતી નથી જેને અનેક મુસાફરોને તકલીફ પડે છે. ઘણા ડ્રાયવર – કંડકટર બસ સ્ટેશન પર સીસીટીવી કેમેરા ન હોવાને કારણે મનફાવે તેમ વર્તે છે અને પુરાવાના અભાવે છટકી જાય છેેે.
રાત્રીના સમયે બાબરા બસ સ્ટેશનમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ પકડી શકાતી નથી, જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવાના જાહેરનામા સરકાર દ્રારા વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. યાં સુધી બસ સ્ટેશનમાં કેમેરા ફિટ ન થાય ત્યાં સુધી કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે કે છેડતીના બનાવો બને કે મુસાફરોના સમાનની ચોરી થાય કે કોઈ જીવલેણ અકસ્માત થાય તો જવાબદારી કોની એ પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : UPSC ની પરીક્ષાના પેપર સ્ટોરરૂમમાં બંધ, 24 કલાક CCTV મોનીટરીંગ
May 13, 2025 03:51 PMરાજકોટ : યુનિ. રોડ પર મહિલાની પાડોશીના હાથે હત્યા
May 13, 2025 03:50 PMCBSE ધોરણ-૧૦નું ૯૩.૬૦ ટકા પરિણામ, ગત વર્ષ કરતાં આ વર્ષે 0.06 ટકા રિઝલ્ટ વધુ આવ્યું
May 13, 2025 03:44 PMપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech