ગુજરાત રાજયની મુલાકાતે આવેલા દેશના ૧૬માં નાણાપચં સાથે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ મિટિંગ યોજી હતી ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ માટે ગ્રાન્ટ આપવા માંગણી રજૂ કરી હતી.
૧૬માં નાણાં પંચના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ અને અધિકારીઓ તેમજ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી રહ્યા છે અને ગુજરાતની આગામી પાંચ વર્ષ માટેની નાણાંકીય જરિયાતની દરખાસ્ત મેળવી રહ્યા છે. ત્યારે નાણા પંચના સભ્યોની સમક્ષ ગુજરાત સરકાર દ્રારા વિવિધ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં રાયના હિસ્સામાં વધારો, આર્થિક સમાનતા અને વિશિષ્ટ્ર ક્ષેત્રો માટે અનુપ અનુદાનની માંગણી કરવામાં આવી છે. નાણાં પચં સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર અને મ્યુનિ. કમિશનર ડી. પી. દેસાઈએ ઈન્ફ્રાસ્ટ્રકચર, પાણી, ડ્રેનેજ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રસ્તા અને શહેરી પરિવહન સંબંધી સુવિધાઓની ભાવિ જરિયાત અંગે પરામર્શ કર્યેા હતો. નાણાં પચં દ્રારા જે તે શહેરોની ભવિષ્યની જરિયાતો કેવી રહેશે તેના સોચનો મેળવી તેનો અભ્યાસ કરીને સરકારશ્રીને ગ્રાન્ટ અંગે ભલામણ કરવામાં આવતી હોય છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નાણાં પચં સમક્ષ શહેરની આશરે વીસ લાખની જનતાને પીવાના પાણીની સુવિધા મળતી રહે તે અંગેની રજૂઆતમાં શહેરના હયાત જળ ોત અને સૌની યોજના મારફત પ્રા થતા નર્મદા નીર અંગેના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. પાણી વિતરણ નેટવર્ક વધુ ને વધુ મજબૂત બને તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઈપલાઈન નેટવર્ક વિસ્તરણ વગેરે સુવિધાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર પાસે પીવાના પાણી માટે આજી–૧ ડેમ અને ન્યારી–૧ ડેમ ડેમ ઉપલબ્ધ હે. જેની ટોટલ જલસંગ્રહ ક્ષમતા ૨૧૬૫ એમ.સી.એફટી. છે. આ ઉપરાંત રાજકોટથી ૬૦ કિલોમીટર દૂર સ્થિત ભાદર ડેમમાંથી પાઈપલાઈન દ્રારા પ્રતિ દિન ૧૨૫ સે ૧૩૦ એમ.એલ.ડી. પાણી મેળવવામાં આવે છે. સાથોસાથ સૌની યોજના મારફત વર્ષમાં બે વખત મળીને કુલ ૨૪૦૦ એમસીએફટી. નર્મદા નીરની આવશ્યકતા પડે છે એ મુદ્દો પણ નાણાં પચં સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. થોડા સમય પૂર્વે રાજકોટ શહેરને સિટીઝ-ટુ યોજનામાં શામિલ કરવામાં આવેલ છે. રાજકોટને નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ ડિસ્ટ્રીક્ટ લેવલ ઈનિશિએટિવ માટે મળેલ છે એ હકિકતથી પણ નાણાં પંચને વાકેફ કરવામાં આવ્યુ હતું.
સ્માર્ટ સિટી યોજના કે અંતર્ગત રાજકોટ સિટીએ ગુજરાતનો સર્વપ્રથમ 730 એકરનો ગીન ફિલ્ડ પ્રોજેક્ટ કાર્યરત્ત કરેલ છે. જે અંતર્ગત રિસાઈકલ વોટરનો ઉપયોગ, વોટર રિચાર્જિંગ, અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીની વ્યવસ્થાની જોગવાઈ, વગેરે જેવા મુખ્ય આકર્ષણ છે. આ પ્રોજેક્ટને આઈ.જી.બી.સી.પ્લેટિનમ ગ્રીન રેટિંગ પ્રાપ્ત થયેલ છે.
શહેરી પરિવહન માટે રાજકોટ પાસે અત્યારે 149 સિટી બસ છે, જેમાં 77 સી.એન.જી. બસ અને 72 ઇલેક્ટ્રિક બસ ઉપરાંત બી.આર.ટી.એસ. માટે 28 ઈલેક્ટ્રીક બસ પણ જનતાની સેવામાં ઉપલબ્ધ છે. આ વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે વધુ 200 બસ, અને એ માટે બસ ડીપો સહિતની સુવિધાઓની પણ આવશ્યકતા રહેશે એ બાબત નાણાં પંચ સમક્ષ રજુ કરવામાં આવી હતી. લોકોને હરવાફરવા માટે વધુ એક નવું આકર્ષણ મળે તે માટે રાજકોટની આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર કરવા અંગે પણ ચચર્િ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech