મહેશ્ર્વરી સમાજનો હાલારનો સૌથી મોટો ધાર્મિક મેળો: મહેશ્ર્વરી સમાજમાં અનેરો હર્ષોલ્લાસ
સમસ્ત મહેશ્વરી સમાજના પરમ પૂજય ઇષ્ટદેવશ્રી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જીલ્લાના, ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપુર કુદરતી સૌદર્ય ધરાવતું સ્થળ આવેલું છે જયાં સોનકંસારીની પૌરાણીક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ માં આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ શ્રી લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે.
આ પવિત્ર સ્થળે ઘણાં વર્ષોથી મહેશ્વરી સમાજનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે જેમાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા દર્શનાર્થે આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ચૈત્ર સુદ-3 તથા ચૈત્ર સુદ-4 ના દિવસે ‘શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, ઘુમલી’ દ્વારા શ્રી લુણંગ ગણેશ ઉત્સવ-2024 નું ભવ્ય આયોજન તા.11-04-2024, ગુરૂવાર તા.12-04-2024, શુક્રવારના રોજ આયોજન કરેલ છે. જેમાં ધાર્મિક કાર્યક્રમો ચૈત્ર સુદ ત્રીજના દિવસે સાંજે 7-00 કલાકે મહાપ્રસાદ, રાત્રે 10-00 કલાકે સમસ્થ મહેશ્વરી મેઘવાર સમાજના પરમપુજય ઇષ્ટદેવશ્રી મામય દેવ કથિત વેદ / જ્ઞાન વાણી : જ્ઞાન કથન: ધર્મગુ/વકતાઓ (1) વિનોદડાડા હેમરાડાડા મતિયા, ગાંધીધામ, (2) શ્રી કનુડાડા હીરાડાડા ભાગવત, લાલપુર, (3) અવલાડાડા બીજલડાડા મતિયા, પુજારી, ઘુમલી, (4) નારણભાઈ દેવરીયા, ગાંધીધામ, તથા (5) કરશનભાઈ કોચરા, ગાંધીધામ, કચ્છવાળા દ્વારા જ્ઞાન કંથન / ધર્મ ઉપદેશ રાત્રે 12-00 કલાકે દાતાશ્રીઓ મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ તેમજ ચૈત્ર સુદ- ચોથના સવારે 6-00 કલાકે ભેટ-પૂજા, સવારે 7-00 પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
હાલારના મહેશ્વરી સમાજના આ ધાર્મિક મેળામાં માનતાઓ તેજ શ્રધ્ધાથી જોડાતા પદયાત્રીઓતા.9-4-2024 ના રોજ વહેલી સવારે સાધના કોલોની, જામનગરથી પ્રયાણ કરશે અને તા.11-4-2024 ના રોજ ઘુમલી મુકામે પહોંચશે.
પદયાત્રીઓ માટે જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા ભોજન, ચા-પાણી, ઠંડા પીણા, આરામ માટે કેમ્પ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં (1) દરેડ ગામ પાસે, કાનાભાઈ આશાભાઈ નંઝાર, (2) ચેલા ગામ પાસે, મહેશ્વરી મેઘવાર પંચ, ચેલા (3) આરીખાણાના પાટીયા પાસે મધુભાઈ માલશીભાઈ એરડીયા તથા કિશોરભાઈ મુળજીભાઈ પરમાર, નિવૃત્ત વહીવટી અધિકારી (આરોગ્ય), (4) જલારામ મંદિરે- લાલપુર, સ્વ. બાનાભાઈ ખીસીભાઈ ગોરડીયા પરિવાર, (5) સણોસરી ગામના પાટીયા પાસે દલિત સમાજ સણોસરી પંચ (6) વેરાડ ગામ પાસે, ભીમજીભાઈ લખુભાઈ ડગરા, પૂર્વ સરપંચશ્રી તથા (7) સમાજવાડી, ભાણવડમાં મહેશ્વરી મેઘવાર પંચ ભાણવડ તરફથી તથા ઘુમલી મુકામે તા.11-4- 2024 ના રોજ બપોરે હમીરભાઈ નંજાર, અર્જુનભાઈ વારસાખિયા, રમેશભાઈ વઘોરા, દેવરાજભાઈ રોશિયા, નારણભાઈ નંજાર તથા કમલેશભાઈ દાફડા વિગેરેનો સહયોગ-સેવા મળેલ છે.
તેમજ પદયાત્રીઓ માટે ગજબ ગ્રુપ, જામનગર તરફથી, મહેશ્વરી યુવા ગ્રુપ - લાલપુર તરફથી, ગણેશનગર પંચ જામનગર તરફથી, આરીખાણા મેઘવાર પંચ તરફથી પદયાત્રીઓ માટે લચ્છી, છાસ, ઠંડા પીણા, ફુટ, દૂધ કોલ્ડ્રીંકસ તેમજ જામનગરથી ઘુમલી સુધી પાણીની વ્યવસ્થા શ્રી લાલાભાઇ માલસીભાઈ ગોરડીયા, ઢીંચડા વિગેરેની સેવા આપવામાં આવશે, આ ધાર્મિક ઉત્સવમાં તા. 11-04-2024, ગુરૂવારે રાત્રે મહાપ્રસાદ તથા તા.12-04-2024, શુક્રવારના સવારે પ્રસાદનો સહયોગ સમસ્ત વાઘેલા પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ છે.
કુદરતી સૌંદર્ય ધરાવતાં એવા બરડા ડુંગરની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલ સમસ્ય મહેશ્વરી સંપ્રદાયના શ્રી લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક ઉત્સવ દરમ્યાન કોઈને અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઈટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતીપંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે હોદેદારો રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ (જય અંબે ઓટો ગેરેજ), કિરણકુમાર ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ (નિવૃત નાયબ મામલતદાર), માલશીભાઈ ગોરડીયા, બાબુભાઈ જોડ, બાબુભાઈ વિંઝોડા, ગાંગાભાઈ માતંગ, ગીરીશભાઈ માતંગ, સતિષભાઈ ચુંયા, સમિતિના સભ્યો, સમાજના મંડળો / ટ્રસ્ટો, પંચ ધર્મગુઓ, મહારાજઓ અને આગેવાનો તન-મન-ધનથી સહયોગ આપી જહેમત ઉઠાવી રહયા છે.
આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત મહેશ્વરી સમાજના તમામ જ્ઞાતિજનો, ધર્મગુઓ, મહારાજઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઈ વારસાખિયા દ્વારા ‘વાયક’ પાઠવવામાં આવે છે. તેમ મહામંત્રી જયંત વારસાખિયા (એડવોકેટ)ની યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech