જામનગરના ધુંવાવ ગામે ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન
ભાગવત્ સપ્તાહમાં ફંડ આવે તે કન્યા છાત્રાલયમાં આપવાનો મહત્યવનો નિર્ણય
ધર્મનગરી જામનગરના ધુવાવ ગામને આંગણે ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજના કરવામાં આવ્યું છે. જામનગરના ધુવાવ ગામ પાસે પરમાર પરિવાર દ્વારા ભવ્ય ભાગવત્ સપ્તાહનો બરાબરનો ધાર્મિક માહોલ જામી રહ્યો છે. ધૂવાવ ગામ પાસે આવેલ સતવારા સમાજ કન્યા છાત્રાલય ખાતે સ્વ. છગનભાઈ કાનજીભાઈ પરમારના પરિવારજનો દ્વારા આ કથા યોજાઈ રહી છે.સ્વ. છગનભાઈની અંતિમ ઈચ્છા અને તેના સંકલ્પના ભાગરૂપે તેમના પુત્રો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી,જામનગર મોટી હવેલીનાં મહંત પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વલ્લભરાય મહોદયએ ઉપસ્થિત રહ્યા હતા અને સપ્તાહનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસાસને બિરાજમાન અર્થવવેદાચાર્ય ૫. પૂ. વૈદિક શાસ્ત્રીશ્રી સાગરભાઈ ભટ્ટ તેમની અમૃત વાણીથી સંગીતમય શૈલી દ્વારા કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે રોજ પાંચ હજારથી પણ વધુ ધર્મપ્રેમી જનતા રસપાન કરી રહ્યા છે. તેમજ ધુવાવ ગામના સતવારા સમાજ દ્વારા આ સપ્તાહના રસોડાની જવાબદારી સાંભળવામાં આવી છે. ત્યારે 100 થી પણ વધુ ધુવાવ ગામના યુવાનો રસોડામાં સેવા આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech