BREAKING NEWS

સ્ટેમ સેલ અને જનીન થેરાપી જેવી સારવાર પર રહેશે સરકારની નજર

  • July 03, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં મેડિકલ સાયન્સ અને નવી ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે વર્ષ ૧૯૪૫ના જૂના ડ્રગ્સ નિયમોમાં મોટો સુધારો કરીને હવે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ, જનીન થેરાપી અને ઝેનોગ્રાટસ (પ્રાણીઓના અંગો કે પેશીઓ મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા) જેવી અત્યતં જટિલ તબીબી પદ્ધતિઓને 'કેન્દ્રીય લાઇસન્સિંગ માળખા' હેઠળ લાવી દીધી છે. અત્યાર સુધી દેશમાં રસીઓ અને ખાસ પ્રકારના ઇન્જેકશન પર જ કેન્દ્ર અને રાય સરકારો સંયુકત રીતે નજર રાખતી હતી, પરંતુ હવે કેન્સર અને આનુવંશિક રોગોની સારવાર કરતી આ નવી ટેકનોલોજી પર પણ સરકાર કડક દેખરેખ રાખશે.જેથી દર્દીઓની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય.હવેથી આ બધી સારવાર શ કરતા પહેલા સરકારની મંજુરી લેવી પડશે અને કડક લાઇસન્સિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે,જેથી છેતરપિંડીની શકયતા નહી રહે.સરકારે સેલ અથવા સ્ટેમ સેલ–ડેરિવેડ ઉત્પાદનો, જનીન ઉપચાર ઉત્પાદનો અને ઝેનોગ્રાટસને કેન્દ્રીય લાઇસન્સ્ડ એપ્રુવલ ઓથોરિટી માળખા હેઠળ લાવવા માટે ડ્રગ્સ નિયમો, ૧૯૪૫ માં સુધારો કર્યેા છે. આ પગલાનો હેતુ અત્યાધુનિક અને નવી તબીબી તકનીકોની નિયમનકારી દેખરેખને મજબૂત બનાવવાનો છે.
સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે બ્લડ કેન્સર માટે વપરાતી સીએઆર–ટી સેલ થેરાપી, સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ અને હૃદયના વાલ્વ બદલવા જેવી ઝેનોગ્રાટ પદ્ધતિઓ ખૂબ જ જટિલ છે અને તેમાં સતત નવા સંશોધનો થતા રહે છે. આવી સ્થિતિમાં કોઈ દર્દીના જીવને જોખમ ન મૂકાય અને સારવારની ગુણવત્તા જળવાઈ રહે, તે માટે આ કડક કાયદાકીય તપાસ ખૂબ જ જરી બની ગઈ હતી. હવે આ તમામ હાઈટેક સારવાર માટે કેન્દ્ર સરકારની મંજૂરી અને કડક લાઇસન્સિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેથી છેતરપિંડી અટકશે અને સામાન્ય દર્દીઓને વધુ સુરક્ષિત તેમજ ભરોસાપાત્ર સારવાર મળી શકશે.આરોગ્ય મંત્રાલય અનુસાર, આ સુધારો નવી, ઉભરતી તકનીકોનો સમાવેશ કરવા માટે તેના અવકાશને વિસ્તૃત કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application