રાજયભરની જુદી જુદી સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો વગેરેમાં ખાલી પડેલી સ્ટાફ નર્સની ૧૯૦૩ જગ્યા ભરવા માટે ગત તારીખ ૯ ના રોજ ગુજરાત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્રારા લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની આન્સર કી જાહેર થયા પછી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ચોક્કસ ઉમેદવારોને લાભ આપવા માટે પરીક્ષાના પ્રશ્નપત્રમાં આન્સર કી જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર બાબતે 'આજકાલ'માં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તત્રં જાગ્યું છે અને ગુજરાત સરકારે આ સંદર્ભે પરીક્ષાની કામગીરી સંભાળનાર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીને આ અંગેનો રિપોર્ટ આપવા આદેશ કર્યેા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશ પછી ગુજરાત ફટકાવી છે અને તેનો ખુલાસો મેળવીને સમગ્ર પ્રકરણ રાય સરકાર તરફ રવાના કરી દીધું છે. હવે આ પરીક્ષા ચાલુ રાખવી કે રદ કરવી તે અંગેનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્રારા લેવામાં આવશે.
તારીખ ૯ ફેબ્રુઆરીના લેવામાં આવેલી પરીક્ષાની આન્સર કી બીજા જ દિવસે તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ જાહેર કરી ઓનલાઈન મૂકી દેવામાં આવી હતી. દરેક પેપરના જવાબમાં એબીસીડી સિકવન્સમાં જોવા મળતા આ સમગ્ર બાબતમાં કૌભાંડ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા હતા. ૧૯૦૩ ખાલી જગ્યા માટે કુલ ૫૩,૬૧૮ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
આ પરીક્ષા સામે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોષી એ સરકાર પર આક્ષેપ કરીને જણાવ્યું છે કે અગાઉ પણ પરીક્ષામાં કૌભાંડના અનેક બનાવો બની ચૂકયા છે.
આ ઘટના પણ તેનો એક ભાગ હોય તેવી શકયતા નકારાતિ નથી. સરકારે આ સંદર્ભે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાસ જર છે.
મનીષ દોષીએ વધુમાં જણાવ્યું છે કે સરકારને પોતાના મંડળ અને વિભાગો પર વિશ્વાસ ન હોય તેમ આ પરીક્ષા લેવાની જવાબદારી જીટીયુને સોપી છે. અગાઉ ૨૪ જેટલી પરીક્ષાઓમાં ગોલમાલ અને ગોટાળા બહાર આવ્યા છે.
આ સમગ્ર મામલાની યોગ્ય અને નિષ્પક્ષો તપાસ થવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech