વિકાસશીલ તાલુકાઓ પર વિશેષ ધ્યાનઆ નિમણૂકો માત્ર જિલ્લા પૂરતી મર્યાદિત નથી. હત્પકમમાં સ્પષ્ટ્ર જણાવાયું છે કે, પ્રભારી સચિવોને તેમને ફાળવેલા જિલ્લાના જે–તે 'વિકાસશીલ તાલુકા'ના પ્રભારી તરીકે પણ ફરજ બજાવવાની રહેશે. આ પગલાથી છેવાડાના વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બનશે અને પાયાની સુવિધાઓનું નિરીક્ષણ સીધું જ રાય કક્ષાના સચિવો દ્રારા કરવામાં આવશે. આ યાદીમાં જે જિલ્લાઓના નામનો ઉલ્લેખ નથી, ત્યાં અગાઉના પ્રભારી સચિવોની કામગીરી યથાવત રહેશે. તમામ નિયુકત સચિવોને તાત્કાલિક અસરથી પોતાની નવી જવાબદારીઓ સંભાળવા અને જિલ્લા કલેકટર તથા વિકાસ અધિકારીઓ સાથે સંકલન સાધવા સૂચના આપવામાં આવી છે.કયા જિલ્લામાં કોણ પ્રભારી?
– એમ. થેન્નરસનને અમદાવાદની જવાબદારી
– ડો.વિનોદ રાવ ગાંધીનગરના પ્રભારી સચિવ
– રાહત્પલ ગુાને રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ
– શાલિની અગ્રવાલને સોંપાઈ સુરતની જવાબદારી
– પી.ભારતી વાવ–થરાદ જિલ્લાના પ્રભારી સચિવ
– આરતી કંવરને જામનગર જિલ્લાની જવાબદારી
– રંજીથ કુમારને મહેસાણા જિલ્લાની જવાબદારી
– પી.સ્વપને વડોદરા જિલ્લાની જવાબદારી
– રાજકુમાર બેનિવાલને કચ્છ જિલ્લાની જવાબદારી
– વલસાડના પ્રભારી સચિવનો હવાલો રેમ્યા મોહનને સોંપાયોઆજકાલ પ્રતિનિધિ
ગાંધીનગર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા રાયના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોની નવી નિમણૂક કરવામાં આવી છે. સચિવાલયના વરિ સનદી અધિકારીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે.
રાયના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક રાયના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા અને જિલ્લા કક્ષાએ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય તે હેતુથી રાયના તમામ જિલ્લામાં પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે.
જેમાં અમદાવાદની જવાબદારી શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નરસનને સોંપાઈ છે.
યારે વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવને ગાંધીનગરના પ્રભારી સચિવ તરીકે રિપીટ કરાયા છે. રમતગમત વિભાગના સચિવ રાહત્પલ ગુાને રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ બનાવાયા છે.
જીયુવીએનએલ ના વહીવટી નિયામક શાલિની અગ્રવાલને સુરત જિલ્લાની જવાબદારી સોંપાવામાં આવી છે.
નવનિર્મિત વાવ–થરાદ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે પી.ભારતીને જવાબદારી સોંપાઈ આ અધિકારીઓ પોતાના મૂળ વિભાગની સાથે સાથે ફાળવવામાં આવેલા જિલ્લાના વિકાસ કાર્યેા પર દેખરેખ રાખશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application