ખેડુતોની દિવાળી સુધરે તેવા સંકેત: સરકાર કૃષિ સહાય પેકેજની કરી શકે છે જાહેરાત

  • October 23, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા વરસાદના કારણે મોટા પાયે પાકને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. જેમાં પાકને પણ બહોળું નુકસાન થયું હતુ. ત્યારે આ નુકસાનને લઇ સરકાર દ્રારા આજે સહાય જાહેર કરવા અંગે ગાંધીનગર ખાતે આજે કેબિનેટ બેઠકમા ચર્ચા કરવામા આવી હોવાના સંકેત મળી રહયા છે.આજે ૧૧૦૦ કરોડના પેકેજની જાહેરાત કરશે.
રાયમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો માટે પાકની લણણી કરવાની તૈયારી હતી. તૈયાર પાક પર વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ભારે થી અતિભારે વરસાદના પરિણામે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે આ નુકસાનીનો અંદાજ રાય સરકાર દ્રારા મેળવવામાં આવ્યો હતો જેના આધારે ૧૦૦૦ કરોડનું રાહત પેકજ તૈયાર કરવામા આવ્યું છે જે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચૂકયું છે.ટૂંક સમયમાં અતિવૃષ્ટ્રિથી કૃષિ પાકને ભારે નુકસાન થતા ખેડૂતો માટે લગભગ ૧ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવા તૈયારી કરી રહીં છે . જેનો લાભ અસરગ્રસ્ત ૪ લાખ જેટલા ખેડૂતોને થશે. કૃષિ પાકને નુકસાનનો સર્વે પૂર્ણ કરાયા બાદ તેનો અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં સોંપાય ગયો છે. ખેડૂતોને આર્થિક ફટકો પડા બાદ દિવાળી પહેલા આજે સાજ સુધીમા સહાય પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.
આ અગાઉ જુલાઇમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ૯ જિલ્લાના ખેડૂતો માટે સરકારે વિધાનસભા સત્ર દરમિયાન ઐસડીઆરએફના ધારાધોરણ મુજબ . ૩૫૦ કરોડનું પેકેજ જાહેર કયુ હતું.રાયના ખેડૂતો પર આવેલી કુદરતી આફતના સમયે કેન્દ્ર અને રાય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. રાહત પેકેજ મા જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતાં આશરે ૪,૦૬,૮૯૨ હેકટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેને આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનાં ધારા–ધોરણો મુજબ પાક નુકસાન માટે સહાય આપવામા આવી હતી.
કમોસમી મગફળીનો પાક ખેતરમાં પડો હતો એટલે પલળી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો. ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમા ખેડૂતોની સ્થિતીને લઇ દિવાળી પહેલા અતિવૃષ્ટ્રિમાં પાક નુકસાની બાબતે સારા સમાચાર મળી શકે તેવી સંભાવના રહેલી છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે આજે એટલે કે આજે મળેલી કેબિનેટ બેઠક બાદ દિવાળીના તહેવારો પહેલાની કદાચ છેલ્લી કેબિનેટ છે. આથી આ કેબિનેટમાં સાજે પેકેજ જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News