વડિયામાં ઇકો કારમાં લઇ જવાતો સરકારી અનાજનો જથ્થો પકડાયો

  • April 21, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર દેશમાં કોરોના કાળથી સસ્તા અનાજની દુકાનો માં જરિયાત મદં ગરીબી રેખા નીચેના લોકોને મફત માં અનાજનો જથ્થો સરકાર દ્રારા આપવામાં આવે છે. હાલ અનેક લોકો આ જથ્થો સસ્તા અનાજની દુકાનો માંથી લઇ ને બહાર વેંચતા હોવાની સુત્રોમાંથી માહિતી સાંભળવા મળતી હોય છે. વડિયાના ઢોળવા નાકા વિસ્તારમાંથી ઇકો કારમાં અનાજનો જથ્થો પસાર થવાની બાતમી મળતા ત્યાં તપાસ કરતા ત્યાંથી પસાર થતી ઇકો કાર  જીજે૬ કેપી ૮૮૩૬ ને રોકાવી તપાસ કરતા એ કારમાંથી ઘઉં અને ચોખા નો જથ્થો મળી આવતા કાર ચાલાક રફીક ભીખુભાઇ વાડુકડા પાસે તેનું બિલ માંગતા આ જથ્થો કયાંથી લાવ્યા અને કયાં લઇ જવાનો છે તેની પૂછ પરછ ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્રારા કરવામાં આવતા કોઈ જવાબ ના મળતા આ અનાજનો જથ્થો જેમા ૪૧૧કિલો ઘઉં અને ૭૪કિલો ચોખા અને વજન કાટો સહીત નો માલસામાન અનાજ ના પુરવઠા ગોડાઉન માં જયારે કાર અને કાર ચાલક રફીક ભીખુભાઇ નામના વ્યકિતને વડિયા પોલીસને સોંપી તેમની વિદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડમાં વડિયા પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને દીપકભાઈ મકવાણા દ્રારા કુલ પિયા ૧,૮૭,૦૪૭.૮૦ નો મુદામાલ ઝડપ્યો હતો. વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application