ગૂગલે સોમવારે વિશ્વના પ્રથમ એવા કોર્પોરેટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કયર્િ છે, જેનો હેતુ મલ્ટિપલ સ્મોલ મોડ્યુલર રિએક્ટર (એસએમઆર) માંથી પાવર વીજળી ખરીદવાનો છે. તેની મદદથી કંપ્ની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની વીજળીની માંગને પૂરી કરશે. ટેક્નોલોજી કંપ્નીએ કૈરોસ પાવર સાથે આ કરાર કર્યો છે. કૈરોસનું પ્રથમ નાનું મોડ્યુલર રિએક્ટર 2030 સુધીમાં ઓનલાઈન આવશે. પછી 2035 સુધી વધુ મોડ્યુલર ઉમેરવામાં આવશે.
બંને કંપ્નીએ હજુ સુધી આ ડીલની નાણાકીય વિગતો શેર કરી નથી. આ કરાર હેઠળ આ પ્લાન્ટ્સ અમેરિકામાં બનાવવામાં આવશે. તેમની મદદથી એઆઇ સિસ્ટમ માટે પાવર સપ્લાય કરવામાં આવશે. ગૂગલે કહ્યું છે કે તેણે કુલ 500 મેગાવોટ પાવરની માંગ માટે કરાર કયર્િ છે. આ પાવર 7 એસએમઆરમાંથી આપવામાં આવશે, જે આજના ન્યુક્લિયર રિએક્ટરની સરખામણીમાં કદમાં ઘણી નાની હશે.
ઘણી ટેક્નોલોજી કંપ્નીઓએ તાજેતરમાં ન્યુક્લિયર પાવર કંપ્નીઓ સાથે ભાગીદારી કરી છે. એઆઈ સિસ્ટમ માટે અચાનક વધુ પાવર ડિમાન્ડ જોવા મળી રહી છે, જેને પૂર્ણ કરવા માટે આ ભાગીદારી કરવામાં આવી રહી છે. માર્ચમાં એમેઝોન.કોમએ ટેલેન એનજીર્ પાસેથી ન્યુક્લિયર પાવર ડેટા સેન્ટર ખરીદ્યું. ગયા મહિને માઇક્રોસોફ્ટ અને કોન્સ્ટેલેશન એનજીર્ વચ્ચે પાવર ડીલ પર હસ્તાક્ષર થયા હતા, જેની મદદથી કંપ્ની ન્યુક્લિયર પાવર મેળવવા માંગે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એપલ સહિત ઘણી કંપ્નીઓ એઆઇ પર કામ કરી રહી છે. ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપ્નીઓ એઆઇ સિસ્ટમ બનાવવા માંગે છે, જે અન્ય કંપ્નીઓ કરતાં વધુ અદ્યતન અને સચોટ હોવી જોઈએ.
સ્મોલ મોડ્યુલર રિએક્ટર (એસએમઆર) એ એક પ્રકારનું પરમાણુ રિએક્ટર છે. આ રિએક્ટર પરંપરાગત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કરતાં કદમાં નાના છે. તેમાં ઘણી અદ્યતન સેવાઓ છે. એસએમઆરની વીજ ઉત્પાદન ક્ષમતા 300 મેગાવોટ સુધીની છે. તેને ફેક્ટરીઓ વગેરેમાં બનાવી શકાય છે અને પછી તેને અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર પણ કરી
શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech