ખેડૂતો માટે સારા સમાચાર 1419 કરોડનું પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર

  • October 23, 2024 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને દેવાના બોજ તળે ખેડૂતો દબાયા છે. આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી હતી. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી 362 કરોડની સહાય આપવામાં આવશે.


કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, 6 હજારથી વધુ ગામોના આશરે 7લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. નોંધનીય છે કે, 8 લાખ હેકટર જેટલા વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલાં નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલાં પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે.

રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી પણ વધુ ખેડૂતોને પેકેજનો લાભ મળશે. ઓગષ્ટ મહિનામાં 350 કરોડના પેકેજ બાદ હવે સરકારે આ બીજા પેકેજની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News