99.98 પી આર સાથે ગોંડલનો દર્શન ટંડેલ દેશમાં બીજા સ્થાને

  • February 13, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જેઇઈની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં રાજકોટ જિલ્લામાંથી ગોંડલનો વિદ્યાર્થી સમગ્ર દેશમાં બીજા સ્થાને આવ્યો છે. દેશભરમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ગોંડલના વિદ્યાર્થીઓએ વર્ષ 2024 માં જેઇઈ મેઈન્સ ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું . ટંડેલ દર્શને 99.98 પીઆર સાથે સમગ્ર ભારતમાં દ્વિતીય અને ગણિત વિષયમાં 100 પીઆર મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જેઈઈ મેન્સ 2024ના બંને પેપર માટે કુલ 12,31,874 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 11,70,036 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપી હતી. જેઈઈ મેઇન 2024 સેશન એકની પરીક્ષા 2024ની 24, 27, 29, 30, 31 જાન્યુઆરીએ અને પહેલી ફેબ્રુઆરીએ દેશના 291 શહેરોમાં લગભગ 544 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષાના પ્રોવિઝનલ અને ફાઈનલ બંને આન્સર કી પણ રિલીઝ કરવામાં આવી છે. ફાઈનલ આન્સર કી રિઝલન્ટ જાહેર થવાના થોડા કલાકો પહેલા જ જાહેર કરવામાં આવી છે. આ સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ, રાઠોડ યુવરાજ, પટેલ જૈમિન, પટેલ વ્રજ પણ 99 કરતા વધારે પીઆર મેળવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application