બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ

  • January 31, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ
સોનાનો 10 ગ્રામનો ભાવ 83000 પિયાને પાર, ચાંદી 1,150 પિયા વધીને 94,150 પિયા પ્રતિ કિલો
આજકાલ પ્રતિનિધિ
દિલ્હી
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બજેટ પૂર્વે જ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવાયો છે અને ભાવ ભાવ ઓલ ટાઈમ હાઈ પહોચી ગયા છે. સોનાના ભાવ સતત બીજા ટ્રેડિંગ સત્રમાં વધ્યા છે , આજે દિલ્હીમાં સોનું 83,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. જયારે ચાંદી પણ 1,150 રૂપિયા વધીને 94,150 રૂપિયા પ્રતિ કિલો પહોચી ગઈ છે.
દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 83,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 83,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 83,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. જ્યારે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં તેનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 83,350 હતો.
સોનાના ભાવ વધવાનું કારણ
રોકાણકારો એવી સંપત્તિઓ વેચી રહ્યા છે જે જોખમ ઊભું કરે છે. તેના બદલે, લોકો સુરક્ષિત રોકાણનો માર્ગ અપ્નાવી રહ્યા છે કારણ કે સમગ્ર વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતાનું વાતાવરણ છે. વેપારીઓ કહે છે કે આવી સ્થિતિમાં, સોનાએ ઇક્વિટી જેવી અન્ય જોખમી સંપત્તિઓને પાછળ છોડી દીધી છે. એ જ રીતે, એશિયન બજારમાં, કોમેક્સ ચાંદીના વાયદા પણ 2.06 ટકા વધીને 32.04 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે.ચાંદીના ભાવમાં પણ ઉછાળો
દરમિયાન, ચાંદીનો ભાવ 1,150 રૂપિયા વધીને 94,150 રૂપિયા પ્રતિ કિલો થયો, જ્યારે પાછલા ટ્રેડિંગ સત્ર દરમિયાન તે 93,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફ્યુચર્સ ટ્રેડિંગમાં ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાના કોન્ટ્રેક્ટમાં રૂ. 575 અથવા 0.72 ટકાનો વધારો થયો હતો, જેના કારણે 10 ગ્રામનો ભાવ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. તેવી જ રીતે, એપ્રિલ કોન્ટ્રાક્ટમાં રૂ. 541 (0.67 ટકા)નો વધારો થયો, જેનાથી રૂ. 81,415 પ્રતિ 10 ગ્રામનો નવો રેકોર્ડ બન્યો. એલકેપી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચના જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે બજેટમાં આયાત ડ્યુટીમાં 6%નો ઘટાડો કરવામાં આવ્યા પછી, એમસીએક્સ પર સોનાનો વેપાર સકારાત્મક રહ્યો કારણ કે રોકાણકારોએ આયાત ડ્યુટીમાં સંભવિત વધારાને ધ્યાનમાં રાખ્યું હતું. ગયા અઠવાડિયે સ્થાનિક સોનામાં 2.5 ટકાનો વધારો થયો, જ્યારે કોમેકસ માં ફક્ત 0.50 ટકાનો વધારો થયો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application