લોકસભા ચૂંટણી 2024માં 99 બેઠકો જીતીને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવ્યા બાદ કોંગ્રેસે શનિવારે પાર્ટીની બેઠક બોલાવી હતી. નવી દિલ્હીની અશોકા હોટલ ખાતે કોંગ્રેસની ટોચની નિર્ણય લેતી સંસ્થા CWCની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને ભાવિ વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત પાર્ટીના અન્ય ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
બેઠક દરમિયાન રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની સર્વાનુમતે માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોને થોડો સમય આપવા માટે કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું કે હું તમારું ધ્યાન એ હકીકત તરફ દોરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા ગઈ ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીની ટકાવારી અને બેઠકોની સંખ્યામાં વધારો થયેલો જોયો છે.
સભા દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, 'મણિપુરમાં અમે બંને બેઠકો જીતી. અમે નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં પણ સીટો જીતી. અમે મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છીએ. દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટે તમામ ક્ષેત્રના લોકોએ કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો. વધુમાં અમે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી મતદારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં અમારી બેઠકોમાં વધારો જોયો છે. હવે આપણે શહેરી વિસ્તારોમાં પણ ધ્યાન આપવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાર્ટી તેના પુનરુત્થાનની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ થોડો વિરામ લેવો જોઈએ કારણકે કેટલાક રાજ્યોમાં ક્ષમતાઓ અને અપેક્ષાઓ મુજબ પ્રદર્શન થયું નથી.
મલ્લિકાર્જુને વધુમાં જણાવ્યું હતું કે, 'અમે તે રાજ્યોમાં અમારા પ્રદર્શનને પુનરાવર્તિત કરી શક્યા નથી જ્યાં અમે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને સરકાર બનાવી હતી. અમે ટૂંક સમયમાં આવા દરેક રાજ્ય વિશે અલગથી ચર્ચા કરીશું. આ એવા રાજ્યો છે જે પરંપરાગત રીતે કોંગ્રેસને સમર્થન આપે છે. જ્યાં આપણી પાસે તક છે, જેનો ઉપયોગ આપણે આપણા પોતાના ફાયદા માટે નહીં પરંતુ આપણા લોકોના હિત માટે કરવાનો છે. હું બહુ જલ્દી આવા રાજ્યોની સમીક્ષા બેઠકનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ઈન્ડિયા બ્લોકના દરેક પક્ષે અલગ-અલગ રાજ્યોમાં પોતાની ભૂમિકા ભજવી છે. દરેક પક્ષે એકબીજાની જીત માટે મહત્વનો ફાળો આપ્યો છે.
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે CWCની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પર ચર્ચા કરવા માટે વિસ્તૃત CWC બેઠક યોજાઈ હતી. 37 માંથી 32 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. કાયમી સભ્યો અને ખાસ સભ્યોએ પણ ભાગ લીધો હતો. અમે સાડા ત્રણ કલાક ચર્ચા કરી. અમે ચૂંટણી પ્રચાર અને અમારી ગેરંટી યોજનાઓની ચર્ચા કરી છે. ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપણા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરવામાં આવી હતી. અમે પહેલેથી જ કહ્યું હતું કે આ સંસદીય ચૂંટણી કેટલીક બાબતોમાં નવી હતી. અમે સમાન તકની માંગ કરી રહ્યા હતા. જે અમને નહોતી મળી. તેઓએ અમારું કામ બંધ કરાવી દીધું હતું. અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા. તેઓ સીબીઆઈ અને ઈડી દ્વારા અમારા નેતાઓને બ્લેકમેઇલ કરતા હતા. આટલા પડકારો છતાં અમે અદ્દભૂત પ્રદર્શન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech