BREAKING NEWS

ગિરનાર પર્વત ટાઢોબોળ: માત્ર ૮.૭ ડિગ્રી

  • November 14, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ખાસ કોઈ વધઘટ વા પામી ની. ગિરનાર પર્વત માત્ર ૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ૭૨ ટકા જેટલો ભેજ અને ટાઢોબોળ પવનના કારણે ગિરનાર પર્વત પર ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. જુનાગઢ શહેરમાં ૧૩.૭ અને ભવના તળેટીમાં ૧૧.૭ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
ગઈકાલની સરખામણીએ આજે અડધો- પોણો ડિગ્રી તાપમાન ક્યાંક વધ્યું છે, તો ક્યાંક ઘટ્યું છે. અમદાવાદ સુરત દમણ સહિતના શહેરોમાં ગઈકાલની સરખામણીએ આજે ઠંડી ઘટી છે. જયારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વધારો ઠંડીમાં યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે અને ત્યાર પછી બે ી ત્રણ ડિગ્રીનો ઘટાડો વાની શક્યતા છે. અમદાવાદ સુરત અને દમણમાં ગઈકાલની સરખામણીએ આજે અડધોી પોણો ડિગ્રી ઊંચું લઘુતમ તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલે ૧૫.૨ અને આજે ૧૪.૬ અમરેલીમાં ગઈકાલે ૧૩.૬ અને આજે ૧૩.૨ ભાવનગરમાં ગઈકાલે ૧૭.૮ અને આજે ૧૭.૪ ભુજમાં આજે ૧૮.૨ અને ગઈકાલે ૧૮.૪ કંડલામાં ગઈકાલે ૧૮.૭ અને આજે ૧૮.૩ નલિયામાં ગઈકાલે ૧૪.૫ અને આજે ૧૩.૫ ઓખામાં ગઈકાલે ૨૪.૪ અને આજે ૨૪ પોરબંદરમાં ગઈકાલે ૧૬.૬ અને આજે ૧૬.૩ વેરાવળમાં ગઈકાલે ૧૯.૪ અને આજે ૧૯.૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં ગઈકાલે અને આજે ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
સૂર્યનારાયણના દર્શન તા ની સો જ સામાન્ય ઠંડી પણ ગાયબ ઈ જાય છે અને ઉનાળા જેવી ગરબી ગરમીનો અનુભવ ાય છે. રાજકોટ ભુજ કંડલા વેરાવળ સુરત અમદાવાદ દમણ ડીસા અને ગાંધીનગરમાં ગુરૂવારનું મહત્તમ તાપમાન ૩૨ ી ૩૩.૧ ડીગ્રી સુધી રહેવા પામ્યું હતું.
મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડ વેવ છે. આવી જ રીતે છત્તીસગઢમાં પણ કોલ્ડ વેવ શીચ્યુએશન જોવા મળે છે. સમગ્ર દેશમાં સૌી નીચા તાપમાનમાં પણ મધ્યપ્રદેશના રાયગઢ અને છત્તીસગઢના અંબિકાપુરમાં ૭.૪ ડિગ્રી નોંધાયું છે.
જમ્મુ કાશ્મીર પરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન અને તેને સંલગ્ન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લદાખ અને તેની આસપાસના વિસ્તાર પર છવાયુ છે અને તે દરિયાની સપાટીી ૫.૮ કીલોમીટર ની ઊંચાઈ પર છે. આ સિસ્ટમના કારણે બે દિવસ પછી પશ્ચિમના રાજ્યોમાં ઠંડીના પ્રમાણમાં વધારાની શક્યતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application