મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા આજે કાજલ હિન્દુસ્તાનીએ કરેલા વાણી વિલાસના વિધ્ધમાં સંમેલન યોજાશે. જેમાં ગામેગામથી પાટીદારો એકત્રીત થઈ સભા ગજાવશે અને આ બાબતે કાનુની લડત માટે રણનીતિ ઘડવામાં આવશે તેમજ પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું. થોડા દિવસ પુર્વે સમાજની દિકરીઓ વિરૂધ્ધ બેફામ નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની માફી માગે તેવી માગણી સાથે પાટીદારોની રેલી યોજાઈ હતી. જયારે આજે રાત્રે ૮ વાગ્યે પાટીદાર સમાજનું સંમેલન મળશે.પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે ૯ એપ્રિલને મંગળવારના રોજ મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળશે. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પાટીદાર મહાસંમેલન અંગે માહિતી આપતા પાટીદાર અગ્રણી ટી. ડી. પટેલે જણાવ્યું કે, આજે રાત્રે ૮ કલાકે મોરબીના બાપાસીતારામ ચોકમાં પાટીદાર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો એકત્રિત શે અને કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરી ઉપર ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીને જે આબરૂ ઉપર દાગ લગાડવાનો જે પ્રયાસ કર્યો છે તેને માફી મંગાવા માટે પાટીદાર સમાજ એકત્રિત શે. જાહેરમાં માફી નહીં માંગે તો તેની સામે કોર્ટમાં પણે કાર્યવાહી કરાશે. સમગ્ર ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં કાર્યક્રમો ચલાવીશું અને ગુજરાતમાં ક્યાંય પણ તેને સ્ટેજ ઉપર ક્યારેય પણ સન ન મળે તેવી નમાદાર કોર્ટને અમે અરજ કરાશે. સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવીશું. જરૂર પડશે તો મોરબી બંધનું એલાન આપીશું અને એી પણ વધારે જરૂર પડશે તો ગુજરાતમાં જ્યાં પાટીદારોની વસ્તી છે ત્યાં તમામ જગ્યાએ અમે મહાસંમેલનોનું આયોજન કરશું અને જડબાતોડ જવાબ આપીશું તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMકોઠારીયા રોડ પર પખવાડિયા પૂર્વે આતંક મચાવનાર શખસે ફરી હોટલમાં તોડફોડ કરી
December 24, 2024 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech