ગઈકાલે કોકરોચ જનતા પાર્ટીએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દિલ્હીના જંતર–મંતર ખાતે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. જોકે કેટલાક વિરોધીઓ સંસદની નજીક પહોંચ્યા હતા, પરંતુ પોલીસે જંતર–મંતર પર બેઠેલા વિરોધીઓને ઘેરી લીધા હતા. પોલીસ દ્રારા લાઠીચાર્જ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે બીજા દિવસે પણ સંસદ તરફ કૂચ ચાલુ રહેશે. સીજેપીના પ્રદર્શનકારીઓએ મોડી રાત્રે જંતર–મંતર પરત ફર્યા અને એક તંબુ અને એક કામચલાઉ સ્ટેજ બનાવ્યુ. અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસ કર્મચારીઓએ ગઈકાલે તેમનું સ્ટેજ હટાવી દીધું હતું.
અહેવાલ મુજબ, આજે સંસદ કૂચ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, અમે ફરીથી કૂચ કરીશું. અમે આ વિરોધ સ્થળ છોડી રહ્યા નથી. સીજેપીના વિરોધીઓ ૬ જૂનથી જંતર–મંતર પર છે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. શિક્ષક અને કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ત્યાં અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર હતા, ત્યારબાદ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને સફદરજગં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સીજેપીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. આગામી કૂચ અંગે હાલમાં બેઠકો ચાલી રહી છે. પાર્ટી ટૂંક સમયમાં આગળની કાર્યવાહી અંગે સત્તાવાર નિવેદન જારી કરશે. સંસદના ચોમાસા સત્રના પહેલા દિવસે, હજારો લોકોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે સંસદ ચલો કૂચમાં ભાગ લીધો હતો.
સીજેપીના વિરોધીઓ હજુ પણ જંતર–મંતર પર બેઠા છે, સુરક્ષા હેતુઓ માટે વિરોધ સ્થળ પર અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળો સવારથી જ ત્યાં હાજર છે. વિધાર્થીઓ વિરોધ સ્થળ પર પહોંચવાનું ચાલુ છે. સોમવારે સંસદ કૂચ દરમિયાન ઉવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application