શહેરના રોડ ઉપર પાણી છાંટવાથી ગૌધન ચક્કાજામ કરશે નહીં!

  • September 04, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં ચોમાસા દરમ્યાન પોરબંદર સહિત ગુજરાતભરમાં ગૌધન રસ્તા ઉપર બેસી જાય છે જેના કારણે લોકો હેરાન છે જ્યારે તે અંગે નગરપાલિકાને સૂચન કરવામાં આવ્યુ છે.પોરબંદરના ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરાએ તંત્રને સૂચન કરતા જણાવ્યુ હતુ કે વર્ષા ઋતુ તો સૌને ગમે છે, જ‚રી પણ છે. તેમ છતા દરેક શહેરના માટે જો કોઇ મોટો પ્રોબ્લેમ હોય તો તે મુખ્ય મુખ્ય રસ્તાઓ ઉપર બરાબર વચ્ચે જ ગાયો બેસી જાય છે જેથી સ્કુટર-કાર ચલાવનારાઓ ખૂબ તકલીફ ભોગવે છે. 



કયારેક એવું પણ બને છે કે ફાસ્ટ આવતા વાહનોની ઝડપે આ ગાયો આવી જાય છે. ઉતાવળે વાહન દોડાવતા ડ્રાઇવરને રોડ વચ્ચે બેસેલ ગાયો દેખાય ત્યારે ભલે ગમે તેટલી બ્રેક મારે તો પણ અકસ્માત થવાની શકયતાઓ-અકસ્માતો થતા જ  રહે છે.આપણે સૌ હિન્દુધર્મીઓને કયારેક થતા આવા એકસીડન્ટોમાં ગાય માતાને થતી ઇજાઓથી ખુબ દુ:ખ થાય છે અને આ માટે વારંવાર લોકો એવો આગ્રહ રાખે છે કે શહેરની મ્યુનિસીપાલીટીની અથવા ટ્રાફિક પોલીસની જવાબદારી છે અને તે કાંઇ પગલા લેતા નથી તેનો અફસોસ કરતા હોઇએ છીએ.



હકીકતમાં આ પ્રશ્ર્ન હંમેશનો છે અને હંમેશનો રહેવાનો છે તેમ મારું માનવુ છે. કેમકે ગાયો જે બહાર રખડે છે તેને ભીનાશમાં રહેવુ ગમતુ નથી અને રોડની બરાબર વચ્ચે વધુને વધુ વાહનો ચાલતા હોવાથી આ વચ્ચેનો ભાગ સુકાઇ ગયો હોવાથી ગાયો ત્યાં બેસતી રહેવાની જ છે તેવું મારુ જોવામાં આવ્યુ છે. તેથી જ્યારે પણ અમો રોડ ઉપર વાહન ચલાવીએ છીએ અને જો રસ્તામાં ગાયો બેસેલી ટ્રાફિકમાં નડતી હોય તો કારના દરવાજાના કાચને ઉતારી પીવાના રાખેલ પાણીને ગાયો ઉપર ઉડાડીએ એટલે ગાયો તુરંત ઉભી થઇ જાય ! આનો ખૂબ એક સરસ ઉકેલ છે કે દરરોજ મ્યુનિસીપાલીટી એ પોતાના પાણી છાંટવાના બંબાથી દિવસમાં બે વખત મુખ્ય રોડ ઉપર પાણી છાંટી દેવુ જોઇએ અને રોડને ભીનો કરી નાખે એટલે પછી ત્યાં કોઇ ગાયો બેસશે નહીં.

આવું વર્ષમાં ભાગ્યેજ  ૧૦-૧૫ દિવસ કરવુ પડે એટલે મ્યુનિસીપાલીટીને પોષાશે.અલબત તેમ છતાં હાઇવે રોડ ઉપર પણ આ જ પ્રશ્ર્ન ઉભો રહે છે ત્યાં કોણ પાણી છાંટે? આ પ્રશ્ર્નનો ઉકેલ આવી શકયો નથી તેમ પણ પદુભાઇ રાયચુરાએ ઉમેર્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application