મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લ ા આઠ દસ દિવસથી નીલગાયની શિકાર થતો હોવાની શંકાના આધારે મોરબીવન વિભાગની ટીમનો રેન્જનો સ્ટાફ તપાસમાં હોય દરમિયાન ફાયરીંગનો અવાજ આવતા તે દિશામાં તપાસ ચાલી કરી હોય દરમિયાન એક નીલગાયના શરીરના અવશેષો તેમજ ચાર ઇસમો રંગે હાથ ઝડપાયા હતા જેથી વધુ તપાસ કરતા વધુ એક નીલગાયના અવશેષો મળી આવ્યા હોય અને ત્રણ શખ્સોની ધરપકડ કરી સાતેય શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા-૨૦૨૨ની કલમ ર(૧૬), ર(૨૦), ર(૩ર), ૨(૩૬), ૯, ૩૯, ૫૦ તથા ૫૧ મુજબ રે.ગુ.નં.૪૬/૨૦૨૩-૨૪થી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વન વિભાગની ટીમે ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કાર-૧, સ્વિફ્ટ કાર -૧, મહિન્દ્રા બોલેરો પીક અપ યુટીલીટી -૧, હીરો સ્પ્લેન્ડર પ્લસ- ૧, હોંડા એક્ટીવા-૧ તથા બાર બોર બંદુક-૧ એમ કુલ મળી ૨૧,૯૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરેલ છે તેમજ દરેક વ્યક્તિ દીઠ ૧,૦૦,૦૦૦ લેખે સાત વ્યક્તિઓની ૭,૦૦,૦૦૦ ની એડવાન્સ રીકવરી પેટે વસુલાત કરવામાં આવેલ છે.
નિલગાયનો શિકાર કરતા પકડી પડેલ આરોપી રમઝાન ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, સિરાજ ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, મનસુર ઈશાક સામતાણી રહે. વીસીપરા, ઈબ્રાહિમ હાસમ કટીયા રહે. વીસીપરા, આશિફ મામદભાઈ માણેક રહે. વીસીપરા મોરબી, અબ્બાસ દાઉદ માણેક તથા ઈશાક ફતેમામદ કટીયા રહે. ભોડી વાંઢ, કાજેડા રોડ માળીયા વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વન વિભાગની આ કામગીરીમાં રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.સી. જાડેજા, વનપાલ કાલિકાનગર કે.એમ. જાંબુચા,વનપાલ મોરબી એમ.કે. પંડિત અને વનરક્ષક મોરબી એન.એલ. દુધરેજીયા સહિતની ટીમે કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech