સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં રિક્ષા અને ઇકો વાહનમાં મુસાફરોને બેસાડી પૂર્વ આયોજિત રીતે અગાઉથી કે પાછળથી ગેંગના અન્ય સભ્યોને રિક્ષામાં બેસાડયા બાદ ધક્કા મૂકી કરી ઉલ્ટી ઉબકાનાં બહાને મુસાફરોના પૈસા, મોબાઈલ અને દાગીનાની તફડંચી કરનાર ગેંગની બે મહિલા સહીત ચાર વ્યક્તિઓને ગોંડલ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી આકરી પુછપરછ કરતા સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટના છ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ગેંગ પાસેથી રોકડ, રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂ.3,04000નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મુસાફરોને રિક્ષામાં બેસાડી સાગરીતોની મદદથી ધક્કા મુક્કી કરી મુસાફરોનું પાકીટ, પૈસા અને સોનાના દાગીના સેરવી લેતી ગેંગ સક્રિય બનતા અનેક મુસાફરો આ ગેંગનો શિકાર બન્યા છે. આવા ગુનાઓ આચરતા શખસોને પકડી પાડવા તેમજ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાને પગલે ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.પી.ગોસાઈની રાહબરીમાં બી ડિવિઝન પોલીસ અને સર્વેલન્સની ટિમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, શાપર (વેરાવળ)માં રહેતો પ્રકાશ ઉર્ફે પકો ઉર્ફે ભાણો સોમાભાઈ વાઘેલા પોતાની રિક્ષામાં સાગરીતોને બેસાડી મોરબીથી ગોંડલ બાજુ આવી રહ્યો છે. જે બાતમીના આધારે ગોંડલ નજીક વોચ ગોઠવતા પસાર થતી સીએનજી રિક્ષાને રોકી તમામના નામ પૂછતાં પોતાના નામ પ્રકાશ ઉર્ફે પકો ઉર્ફે ભાણો સોમાભાઈ વાઘેલા (રહે-શાપર, શાંતિધામ સોસાયટી, મૂળ ઉખલોડ,તા.વિરમગામ), બીજાનું નામ ઈરફાન તૈયબભાઇ ઓઠા (રહે-કોઠારીયા સોલ્વન્ટ, રાજકોટ), જશુબેન મહેશભાઈ મકવાણા (રહે-કુબલિયા પરા, રાજકોટ), રેખાબેન બીલુભાઈ મકવાણા (રહે-કુબલિયાપરા રાજકોટ)ના હોવાનું જણાવતા પોલીસે ચારે શખસોને આકરી પૂછપરછ કરતા છેલ્લા 15 દિવસમાં સુરેન્દ્રનગરના ડોળીયા બ્રાઉન્દ્રી પાસેથી, ચોટીલાથી, મોરબીના માળિયા પાસેથી અને રાજકોટના બેડી, અને ગ્રીનલેન્ડ ચોકડીએથી મુસાફરો બેસાડી રોકડા પૈસા શેરવી લીધા હોવાની કબૂલાત આપતા પોલીસ ચારેયની અટકાયત કરી રોકડ, ત્રણ મોબાઈલ અને એક રિક્ષા મળી કુલ રૂ.3,04000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech