Ganesh Chaturthi: ગણેશ ચતુર્થી પર આ પ્રકારની મૂર્તિ લાવશો તો ઘરમાં આવશે સુખ, સમૃદ્ધિ

  • September 04, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવી અને તેમની પૂજા કરવી એ એક વિશેષ વિધિ છે. પરંતુ ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિની પસંદગી અને સ્થાપનની પદ્ધતિ બંનેને જાણવું ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થી પર સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આવી મૂર્તિ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને સરળતાથી વિસર્જન કરી શકાય છે. આ સિવાય પિત્તળ, તાંબા અથવા પંચધાતુની મૂર્તિઓ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે.


ગણેશ ચતુર્થી નિમિત્તે મોટાભાગના લોકો માટીની બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ વસ્તુઓથી બનેલી મૂર્તિ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં ગણેશ ભગવાનની સ્થપના કરવા જઈ રહ્યા છો, તો ભગવાન ગણેશની મૂર્તિનું કદ તમારા ઘરના કદ પ્રમાણે હોવું જોઈએ. બહુ મોટી કે નાની હોય એવી મૂર્તિ ન લેવી. તમે તમારી પસંદગી મુજબ ભગવાન ગણેશની મૂર્તિ કોઈપણ મુદ્રામાં લઈ શકો છો. જેમ કે, વિઘ્નહર્તા, ઉમા મહેશ્વર વગેરે.


ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 સુધી ચાલુ રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ પૂજાનો સમય સવારે 11:03 થી બપોરે 1:33 સુધીનો રહેશે.


કયા પ્રકારની પ્રતિમાની શું અસર થશે?

  • જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તે તમને ખ્યાતિ અપાવશે.
  • પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવે છે.
  • લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે છે.
  • નવવિવાહિત યુગલો માટે તાંબાની ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે.
  • ગાયના છાણમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.


ગણેશ ચતુર્થી પર કેવી રીતે સ્થાપના કરવી


  • ગણેશ ચતુર્થીના દિવસે સવારે અથવા બપોરે કોઈ શુભ સમયે મૂર્તિની સ્થાપના કરો. તમે કોઈપણ   પંચાંગમાંથી શુભ સમય જાણી શકો છો.
  • ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂર્તિની સ્થાપના કરો. આ સ્થળ સ્વચ્છ અને શાંત હોવું જોઈએ.
  • મૂર્તિ સ્થાપિત કરવા માટે મંડપ સજાવો. મંડપને ફૂલો, રંગોળી અને દીવાઓથી સજાવી શકો છો.
  • મંડપમાં કલશ સ્થાપિત કરો. કલશમાં ગંગાજળ, ચોખા, કેટલાક સિક્કા અને કેરીનાં પાન મૂકો.
  • કલશની સામે મૂર્તિની સ્થાપના કરો. ગણપતિ મૂર્તિના પગ પાસે એક નાનો દીવો પ્રગટાવો.
  • મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્ય ચઢાવો. ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
  • મૂર્તિને ફૂલોથી શણગારો અને ચંદનનું તિલક લગાવો અને અંતે ભગવાન ગણેશના આશીર્વાદ લો.
  • ભગવાન ગણેશની મૂર્તિને નિયમિતપણે ફૂલ અને પાણી અર્પણ કરો.


આ રંગની મૂર્તિની કરો સ્થાપના

જો તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ લાવી રહ્યા છો, તો તમારે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે નવી મૂર્તિ લાવી રહ્યા છો તો તેનો રંગ સફેદ હોવો જોઈએ. આ રંગ પવિત્રતાનું પ્રતીક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશની એક મૂર્તિ લાવો જેની સૂંઢ ડાબી બાજુ હોય. આવી મૂર્તિ લાવવાથી સમૃદ્ધિ અને સુખ મળે છે.


આ દિશામાં કરો મૂર્તિની સ્થાપના

ગણપતિ બાપ્પાની સ્થાપના માટે બેસવાની મુદ્રામાં અથવા લલિતાસનની મુદ્રામાં હોવી જોઈએ. આ આસન તમને શાંતિ અને આરામ આપે છે. ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ ખૂણામાં માનવામાં આવે છે. તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application