ગાંધીધામ ચેમ્બરે ભુજ-અમદાવાદને જોડતી સાબરમતી ટ્રેન પુન: શરૂ કરવા માગ

  • February 21, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુજથી રાજ્યના મુખ્ય શહેર અમદાવાદને જોડતી ભૂજ- સાબરમતી ટ્રેન સેવા અચાનક બંધ કરી દેવામાં આવતાં ગાંધીધામ ચેમ્બરે આધાતની લાગણી વ્યક્ત કરી હતી. આ ટ્રેન  ફરીથી શરૂ થાય તે માટે માગણી કરી હતી. ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ આ ટ્રેન શરૂ થાય તે માટે રજૂઆત કરવા માગણી કરાઈ હતી.
​​​​​​​
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુંજે જણાવ્યું હતું કે ચેમ્બરની રજૂઆતના આધારે કચ્છને અમદાવાદથી રેલ્વે માર્ગે સાંકળતી  ટ્રેન સેવા નિયમિત રીતે ચાલી રહી હતી. સમયગાળામાં ફેરફાર કરવા અંગે ચેમ્બર ભવન ખાતે પશ્ચિમ રેલવેના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતોને ટ્રાફિક  પેસેન્જરના બહાને કે અન્ય કારણોસર અચાનક રદ કરી દેવાયાની જાણ થતાં આઘાતની લાગણી સાથે પૂન:  ટ્રેન શરૂ કરવા માટે માગણી કરવામાં આવી છે. 
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીના જણાવ્યા મુજબ કચ્છનો વેપાર ઉદ્યોગ તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ અમદાવાદ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે . રોજના હજારો પ્રવાસીઓ રાજ્ય સરકારની એસટી બસોમાં, મુંબઈ કે અમદાવાદની ટ્રેનમાં, ખાનગી ટ્રાવેલ્સ કે ખાનગી વાહનોની અવરજવર કરતાં થયા છે. વધુમાં કચ્છમાં એર કનેક્ટિવિટીની સુવિધા પણ નહીંવત હોતા  પ્રવાસીઓ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા મેળવવાનો વિકલ્પ શોધતા હોય આરામદાયક અને ઝડપી સુવિધા છીનવાઈ જતાં, તેની વિપરિત અસરની નોંધ લેવા રેલ્વે વિભાગને જણાવ્યું છે. એ પણ ઉમેરવું જરૂરી છે કે અમદાવાદ ખાતે ઉચ્ચકક્ષાની આરોગ્ય સેવા મેળવવા માટે પણ અહીંથી અનેક લોકો કે દર્દીઓ જતાં આવતા હોય, આ ટ્રેન બંધ તથા તેવા મુસાફરોને પણ તકલીફ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application