બોલિવૂડના બાદશાહ અને સુપરસ્ટાર શાહરૂખ ખાનનું સ્ટારડમ 2023માં એ સ્તર પર પહોંચ્યું જે આ યુગમાં કોઈ ભારતીય સ્ટારે જોયું નથી. જીહા, ફરી એક વખત કિંગખાને તે ખરા અર્થમાં બોલિવૂડના કિંગ છે તે સાબિત કરી બતાવ્યું છે. ગત વર્ષે બ્લોકબસ્ટર 'પઠાણ'થી શરૂઆત કરનાર શાહરૂખે વર્ષના મધ્યમાં 'જવાન' જેવી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર પણ આપી હતી. તો વર્ષના અંતમાં ડંકી રિલીઝ થઇ. કિંગ ખાનની આ ત્રણેય ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો આવકાર મળ્યો.
આ દરમિયાન શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વાત એમ છે કે, 21 ડિસેમ્બરે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની 'ડંકી' અને 22 ડિસેમ્બરે રિલીઝ થયેલી પ્રભાસની 'સાલાર'એ બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર બતાવી હતી. બંને મોટી ફિલ્મોએ મળીને છેલ્લા 15 દિવસથી થિયેટરોમાં દર્શકોને મનોરંજનનો નક્કર ડોઝ આપ્યો છે. પરંતુ નવા વર્ષનો પહેલો શુક્રવાર બોક્સ ઓફિસ પર કોઈ નવી રિલીઝ લાવ્યો નથી.
આ તરફ પહેલેથી જ ચાલી રહેલી 'સાલાર' અને 'એનિમલ' પણ થિયેટરોમાં ધીમી પડી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એવા અહેવાલો છે કે હવે મલ્ટીપ્લેક્સ પર મનોરંજનનો પારો ઠંડો પડી રહ્યો છે. ત્યારે ગગડતા આ પારા માટે મલ્ટીપ્લેક્સ કિંગખાનની ફિલ્મોનો સહારો લેવા જઇ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં શાહરૂખ ખાનની પઠાણ અને જવાનના શો વધારી દેવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, ત્રીજા સપ્તાહમાં ચાલી રહેલી શાહરૂખ ખાનની ડંકી હાલ પણ થિયેટર્સમાં કમાણી કરી રહી છે. આ ફિલ્મ વર્લ્ડ વાઇડ 425 કરોડથી પણ વધુ કલેકશન કરી ચૂકી છે. આ સાથે જ પઠાણ અને જવાનના શોને કારણે સિનેમાઘરો પર બોલિવૂડના કિંગનું સામ્રાજય જોવા મળશે. જે કોઇ નથી કરી બતાવી શકયુ એ પ્રકારની કિંગ ખાનની આ કમાલ છે. એટલે હવે સિનેમાઘરોમાં ડંકી, પઠાણ અને જવાનને કારણે કિંગ ખાનનો દબદબો રહેશે અને તેના ચાહકો ઇચ્છે તે ફિલ્મને પડદા પર નિહાળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરગઢમાં બે ભાઈઓના પરિવારના મહિલા સહિત છ શખ્સો વચ્ચે મારામારી
May 31, 2025 03:56 PMશહેરમાં સતત ત્રીજા દિવસે કોરોના સક્રિય : વિદ્યાનગરના વૃદ્ધ થયા સંક્રમિત
May 31, 2025 03:54 PMપિતાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા પુત્રએ યુવાનને છરીના ઘા ઝીં ક્યાં
May 31, 2025 03:51 PMજિ પંચાયતની ટાણા બેઠકના કોંગ્રેસના સદસ્યના પોલીસ પુત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
May 31, 2025 03:48 PMતળાજાના હબુકવડગામના બાઈક સવારનું માર્ગ અકસ્માતમા મોત
May 31, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech