જામનગરમાં ગુજકેટની પરીક્ષા લેવાઇ:

  • April 01, 2024 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાયો


જામનગરમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ ની પરીક્ષા લેવામા આવી હતી. જેના ત્રણ સેશન મા  લેવાયેલા પેપર શાંતિપૂર્ણ સંપન્ન થયા હતા. એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે મળી આવતાં તેની સામે ગેરરિતી નો કેસ નોંધવામાં માં આવ્યો હતો.


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨  વિજ્ઞાન પ્રવાહ માં આજે ગુજકેટ ની પરીક્ષા  લેવામાં આવી હતી  જેમાં જામનગરમાં ૧૩  સ્થળો એ આ પરીક્ષા.નું આયોજન થયું હતું. સવારે ૧૦ થી ૧૨  માં ફિઝિક્સ અને  કેમેસ્ટ્રી નુ પેપર લેવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૬૭૫  વિદ્યાર્થી માંથી ૨૦૬૦૯  વિદ્યાર્થી હાજર અને ૬૬ વિદ્યાર્થી ગેર હાજર રહયા હતા .


આ પછી બપોરે ૧ થી ૨ કલાક દરમિયાન બાયોલોજી નું પેપર લેવાયું હતું તેમાં ૧૬૫૨ માંથી ૧૬૧૫ વિદ્યાર્થી હાજર જ્યારે ૩૭ વિદ્યાર્થીઓ  ગેર હાજર રહ્યા હતા. તેમજ બપોરે ચાર થી પાંચ દરમ્યાન મેથ્સ નું પેપર લેવાયું હતું જેમાં કુલ ૧૦૪૦ માંથી  ૧૦૦૫  વિદ્યાર્થી ઓ હાજર અને ૩૫  વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.


દરમિયાન ફિઝિક્સ - કેમેસ્ટ્રી ના પેપર માં એલ જી હરિયા સેન્ટરમાં થી ભોકલ સમીર અકબરભાઈ નામનો વિદ્યાર્થી મોબાઇલ સાથે મળી આવતા તેની સામે ગેરરીતી નો કેસ નોંધાયો હતો. આ સિવાય ત્રણેય  પેપર ચુસ્ત  સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ રીતે લેવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application