એક તરફ હાઇકોર્ટમાં જીએસટીના જીએસટી સંબંધિત વિવાદિત કેસોનો ભરાવો થઈ રહ્યો છે. તેની વચ્ચે જો અપીલ ટિ્રબ્યુનલ સત્વરે કાર્યરત કરવામાં આવે તો ઘણાખરા પ્રશ્નોનું ત્વરિત નિવારણ થઈ શકે તેમ છે.ત્યારે સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એ જ વિચાર કરી રહ્યા છે કે હવે કયારે આ ટિ્રબ્યુનલ કાર્યરત થશે. તેની વચ્ચે જ એક સારા સમાચાર એ પણ છે કે આગામી ચાર મહિનાની અંદર રાજકોટ ખાતે આવેલા અયોધ્યા ચોકમાં આવેલ આર.કે.આઈકોનિક ખાતે પહેલા અને બીજા માળે ખાસ જીએસટી અપિલેટ ટિ્રબ્યુનલ શ થવા જઈ રહ્યું છે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જેથી હવે જીએસટીમાં વિવાદિત કેસ માટે અરજદારોએ અમદાવાદ સુધી ધક્કો ખાવો નહીં પડે અને રાજકોટથી જ પ્રક્રિયા થઈ શકશે.
દેશમાં જીએસટી લાગુ થયાને છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જેના કારણે તેને લગતા ઘણા કાનૂની કેસો એકઠા થયા છે, જેની સુનાવણીની રાહ વેપારીઓ અને કરદાતાઓ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એપેલેટ ટિ્રબ્યુનલની રચના કેસોના નિરાકરણને ઝડપી બનાવશે. આ ઉપરાંત, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પરનો બોજ ઓછો થશે. દરેક રાયમાં જીએસટી અપીલ ટિ્રબ્યુનલની બેન્ચની સ્થાપના કરવામાં આવશે, જેમાં ૪ સભ્યોની ટીમો હશે. દરેક રાય અપીલ ટિ્રબ્યુનલમાં બે ટેકનિકલ સભ્યો હશે. એક કેન્દ્રમાંથી અને એક રાયોમાંથી બે ન્યાયિક સભ્યો, એક ટેકનિકલ સભ્ય અને એક ન્યાયિક સભ્યની બનેલી બેન્ચ હશે.યારે દિલ્હીમાં એક મુખ્ય બેન્ચ હશે.
ગુડસ એન્ડ સર્વિસ ટેકસમાં ઉદ્રવતા વિવાદોના સમાધાન માટે એપેલેટ ટિ્રબ્યુનલની રચના કરવામાં આવશે. આ માટે, લોકસભાએ નાણાંબિલમાં સુધારાને મંજૂરી આપી દીધી હતી. આનો અર્થ એ થયો કે જીએસટી વિવાદો હવે ઝડપથી ઉકેલી શકાય છે. લોકસભા દ્રારા પસાર કરાયેલા ફાઇનાન્સ બિલ ૨૦૨૩માં પ્રસ્તાવિત સુધારાઓ અનુસાર, દરેક રાજયમાં જીએસટી અપીલ ટિ્રબ્યુનલની એક બેન્ચની સ્થાપના કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી અપિલેટર ટિ્રબ્યુનલની સ્થાનિક કચેરી માટે કરદાતાઓ રાહ જોઈ રહ્યા હતા. જેને હવે રાજકોટમાં પણ મંજૂરી મળતા ગુડસ સપ્લાયના સ્થળ સંબંધિત અપીલોની સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્યારે દેશમાં જીએસટી લાગુ થયો તે બાદથી એક પણ અપીલ ટિ્રબ્યુનલ ઊભું થયું નથી ત્યારે કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસીસ જીબીડીટી દ્રારા આ અંગે યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વેપારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં એક હાસકારાની લાગણી જોવા મળી હતી. હાલમાં, ટેકસ અધિકારીઓના નિર્ણયથી નારાજ કરદાતાઓએ સંબંધિત હાઇકોર્ટનો સંપર્ક કરવો પડે છે. પરંતુ આનાથી લાંબા સમય સુધી રિઝોલ્યુશન પ્રક્રિયા થાય છે, કારણ કે હાઈકોર્ટેા પહેલાથી જ પેન્ડિંગ કેસોના બોજથી દબાયેલી છે અને જીએસટી કેસોના નિરાકરણ માટે તેમની પાસે કોઈ વિશેષ બેન્ચ નથી. રાજય અને રાષ્ટ્ર્રીય સ્તરની બેન્ચની સ્થાપના વિવાદોના ઝડપી નિરાકરણ માટે માર્ગ મોકળો કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech