પેટીએમ હાલમા ભારતીય રિઝર્વ બેન્ક તરફથી કડક કાર્યવાહીનો સામનો કરી રહી છે. વન 97 કોમ્યુનિકેશન્સની પેટાકંપ્ની પેટીએમ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડને ચીનમાંથી એફડીઆઈ પ્રાપ્ત થયું હતું. સરકાર આ મામલે તપાસ કરી રહી છે. ચીનના એન્ટ ગ્રુપે વન 97 કોમ્યુનિકેશન્સમાં રોકાણ કર્યું છે.
પેટીએમ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડ એ નવેમ્બર 2020 માં પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે તરીકે કામ કરવા માટે આરબીઆઈને લાસન્સ માટે અરજી કરી હતી. જોકે, આરબીઆઈએ નવેમ્બર 2022માં આ અરજી ફગાવી દીધી હતી. એફડીઆઈ નિયમો હેઠળ નિયમ 3નું પાલન કરવા માટે કંપ્નીને તેને ફરીથી સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી કંપ્નીએ એફડીઆઈની માર્ગદર્શિકા અનુસાર 14 ડિસેમ્બર, 2022 ના રોજ અરજી દાખલ કરી હતી. જો કે વન 97 કોમ્યુનિકેશને આ તપાસ અંગે આ સમયે કશું કહ્યું નથી.
ચીનના રોકાણની તપાસ કરતી ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી
સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે એક ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી પેટીએમ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડમાં ચીનના રોકાણની તપાસ કરી રહી છે. તપાસ બાદ રોકાણ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. પ્રેસ નોટ 3 હેઠળ સરકારે કોઈપણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરતા પહેલા ભારત સાથે જમીનની સરહદો વહેંચતા દેશોની મંજૂરી લેવી ફરજિયાત બનાવી હતી. આ પગલાનો હેતુ કોવિડ-19 મહામારી પછી સ્થાનિક કંપ્નીઓને ટેકઓવરથી બચાવવાનો હતો. આ નિયમ ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન જેવા દેશોને લાગુ પડે છે જે ભારત સાથે સરહદો વહેંચે છે.
પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર ડિપોઝીટ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ગયા મહિને આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર કોઈપણ પ્રકારની ડિપોઝિટ અથવા ટોપ અપ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બેન્ક 29 ફેબ્રુઆરી પછી કોઈપણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અથવા ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશે નહીં. આરબીઆઈએ આ કડક નિર્ણય વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ બાદ લીધો છે. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક ઘણા નિયમોનું પાલન કરી રહી નથી. 11 માર્ચ, 2022 ના રોજ બેન્કને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMRajkot-મહિલા સાથે અભદ્ર વ્યવહારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech