છેલ્લા દસેક દિવસથી એકધારા હિટ વેવ, માથાફાડ ગરમી, અગં દગાડતી લુ, બફારાથી ત્રાહિમામ બનેલી પ્રજાને રાહત મળે તેવા સમાચાર ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ માંથી મળી રહ્યા છે. આઈએમડીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી એટલે કે રવિવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ રહેશે અને ત્યાર પછી એટલે કે સોમવારથી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું, અરબી સમુદ્રમાં કેરળ નજીક ઉવેલું લો પ્રેસર, તામિલનાડુ કેરળ સહિતના દક્ષિણના રાયોમાં ધોધમાર વરસાદ, આસામ સિક્કિમ મણીપુર મેઘાલય નાગાલેન્ડ મીઝોરમ ત્રિપુરા સહિતના પૂર્વેાતરના રાયોમાં શ થયેલો વરસાદ સહિતની બાબતો ગરમીને બ્રેક મારવા માટે કારણભૂત બન્યા છે.
આ સિસ્ટમના કારણે ગોવા મરાઠા મહારાષ્ટ્ર્ર વિદર્ભ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં કેરલ નજીક સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દરિયામાંથી ભેજવાળા વાદળો આવી રહ્યા છે અને તેના કારણે ગરમીમાં રાહત મળવાની સંભાવના ગુજરાત સહિતના પશ્ચિમ ભારતના રાયો માટે ઊભી થઈ છે. ગુવારે રાયના અનેક શહેરોમાં હિટવેવથી જનજીવન ભારે પ્રભાવિત બન્યું હતું. અમદાવાદમાં ૪૬.૬ ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતું. બરોડામાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી હતો પરંતુ તે પણ સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતો. ડીસા અને દીવમાં પણ અનુક્રમે ૫ અને ૫.૭ ડીગ્રી વધુ તાપમાન હતું.
ગુવારે અમરેલીમાં ૪૪.૪ ભાવનગરમાં ૪૨.૨ ભુજમાં ૪૨.૮ ગાંધીનગરમાં ૪૬ રાજકોટમાં ૪૩.૮ સુરેન્દ્રનગરમાં ૪૫.૯ ડિગ્રી તાપમાન હતું. ઓખામાં એવરેજ મુજબનું ૩૩.૨ ડિગ્રી મહત્તમ તાપમાન હતું. હવામાન ખાતાએ આજે અને આવતીકાલ માટે અમદાવાદ તથા ગાંધીનગરમાં હીટ વેવનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જુનાગઢ બોટાદ આણદં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા, સુરત વલસાડ વડોદરા અરવલ્લી છોટા ઉદેપુર ખેડા અને પંચમહાલ જિલ્લા માટે હીટ વેવનુ ઓરેન્જ એલર્ટ જાહેર કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech