તા.20-8 તા.3-9 સુધી 15 દિવસ પ્રદર્શન મેદાન અને રંગમતીના પટ્ટમાં યોજાશે લોકમેળો: રણમલ તળાવની ડેમેજ થયેલ દિવાલો રીપેર કરવા ા.1.66 કરોડ અને સેવા સદન-1માં ત્રીજો માળ બનાવવા ા.1 કરોડ મંજુર: સેક્રેટરીનું રાજીનામુ સ્વીકારી લેવાયું
આગામી તા.15 જુલાઇથી 31 જુલાઇ સુધી જામનગર શહેરના 2006 પહેલાના અને પછીના તમામ મિલ્કતધારકોને વેરા ઉપર 100 ટકા વ્યાજ માફી આપવાની દરખાસ્ત કોર્પોરેશનની સ્ટે.કમિટીએ મંજુર કરી છે, મ્યુ.કમિશ્નરે ઔદ્યોગીક વસાહત-2 અને 3 તથા રેસીડન્ટ ઝોનના ઉદ્યોગકારોને વ્યાજ માફીની સ્કીમ આપવા માટેની દરખાસ્ત કરી હતી તેમાં સુધારો કરીને શહેરની હદમાં આવતી તમામ કેટેગરીની મિલ્કત ધારકોને વ્યાજ માફી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, બીજી તરફ દર વર્ષે યોજાતો શ્રાવણી મેળો આ વખતે પણ તા.20-8 થી 3-9 સુધી 15 દિવસ પ્રદર્શન મેદાન અને રંગમતી-નાગમતીના પટ્ટમાં યોજાશે, જયારે અગાઉ તુટી ગયેલી રણમલ તળાવની દિવાલને ફરીથી રીપેર કરવા માટે અને નવી આરસીસી વોલ બનાવવા માટે સ્ટે.કમિટીએ ા.1.66 કરોડ મંજુર કયર્િ હતાં. આમ 14 કરોડ 17 લાખના કામો કમીટીએ ગઇકાલે મંજુર કયર્િ હતાં.
સ્ટે.કમીટીની એક બેઠક ગઇકાલે ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, ઇન્ચાર્જ ટેકસ આસી.કમિશ્નર જીગ્નેશ નિર્મલ સહિત આઠ સભ્યો હાજર હતાં, કમિટીમાં સભ્ય પાર્થ કોટડીયાના પિતા પરસોતમભાઇ કોટડીયા તેમજ સભ્ય પ્રભાબેન ગોરેચાના પતિ કિશોરભાઇ ગોરેચાના અવસાન બદલ મૌન પાડીને શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી.
આ કમીટીમાં ખાસ કરીને આ વખતે રાજકોટની ગેમ ઝોનની ઘટના બન્યા બાદ વધુ ગીચતા ન થાય તે માટે થોડા સ્ટોલ ઓછા કરાયા હતાં અને 49 સ્ટોલ કરવાની મંજુરી સ્ટે.કમીટીએ આપી હતી, ગયા વખતે લગભગ મેળાથી કોર્પોરેશનને સવા કરોડની આવક થઇ હતી, ત્યારે 15 દિવસ સુધી પ્રદર્શન મેદાન અને રંગમતી-નાગમતીના પટ્ટમાં મેળો યોજવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જામનગર મહાનગર સેવા સદન-1ના હૈયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવા માટે ા.1 કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ માટે અલગ-અલગ ા.99.97 લાખ અને ા.99.99 લાખ મંજુર કરાયા હતાં, જયારે વોર્ડ નં.1, 6, 7માં આંતર માળખાકીય સુવિધા માટે 5 લાખ, વોર્ડ નં.5, 9, 13, 14માં 5 લાખ, વોર્ડ નં.2, 3, 4માં 5 લાખ, વોર્ડ નં.10, 11, 12 અને વોર્ડ નં.1, 6, 7માં 5 અને 7.50 લાખ મંજુર કરાયા હતાં.
વોર્ડ નં.5માં પંચવટી સોસાયટી અને પાર્ક કોલોનીમાં સી.સી. રોડ માટે દરખાસ્તની વિગતમાં ફેરફાર કરાતા મંજુર કરાયું હતું, જયારે વોર્ડ નં.2માં પુનીતનગર, બાપા સીતારામની મઢુલી પાસે, રાંદલનગર, કે.પી.શાહની વાડી અને રામેશ્ર્વરનગરમાં પાઇપ ગટર નાખવા ા.15 લાખ તેમજ આર્શીવાદ સોસાયટીથી જામનગર રોડ સુધી સી.સી.રોડ બનાવવા ા.43.94 લાખ અન્ય બીજા રોડ માટે ભાગ-1માં ા.21.59 લાખ તેમજ વોર્ડ નં.2, 3, 4માં સ્ટ્રેન્ધનીંગ અને અપગ્રેડેસન માટે ા.5 લાખ, અમૃત યોજના 2.0ની ગ્રાન્ટ અનુસાર વોર્ડ નં.15માં એમએલડી પમ્પીગ સ્ટેશન માટે પિયા મંજુર કરાયા હતાં, જયારે કોર્પોરેશનની ભુગર્ભ ગટરની તમામ કામગીરી માટે જીયુબીએમ દ્વારા ફાઇનલ થયેલ ક્ધસ્લટન્સી ફી પ્રોજેકટ કોસ્ટ ચુકવવા મંજુર કરાયું હતું.
ગઇકાલે મળેલી સ્ટે.કમીટીમાં પ્રણામી ટાઉનશીપ-3 વેલનાથ કોળીનો દંગો, માધાપુર ભુંગા, મોરકંડા રોડ સહિતના વિસ્તારોમાં 100 એમએમડાયાથી 200 એમએમ પાઇપ નાખવા માટે ા.1.31 કરોડ મંજુર કરાયા હતાં જયારે હરીયા કોલેજ રોડ, સાંઢીયા પુલ જામનગરના રે.સ.નં.1350થી કનસુમરા સુધી રે.સ.નં.9 સુધીના 18 મીટર પહોળા રેલ્વે ટ્રેકને સમાંતર ડીપી રોડની અમલવારી માટે 1949ની કલમ 210 મુજબ લાઇનદોરી નકકી કરવા મંજુર કરાયું હતું. સિકયુરીટી સેવા માટે ા.20.06 લાખ, સ્ટેજ મંડપ સર્વિસ માટે ા.30.75 લાખ, બેનર બનાવવા માટે ા.5.60 લાખ વાર્ષિક કોન્ટ્રાકટ મંજુર કરાયો હતો, જયારે વેટરનીટી ડોકટરની 11 માસની જગ્યા ઉપર નિમણુંક કરવા મંજુર કરાયું હતું. સેક્રેટરી અશોકભાઇ પરમારનું રાજીનામુ મંજુર કરીને ડે.સેક્રેટરી હિતેનભાઇ બુઘ્ધભટ્ટીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં દર વર્ષે લગભગ 15 દિવસ સુધી પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટ્ટમાં મેળો યોજાય છે, પ્રદર્શન મેદાનમાં તો કોર્પોરેશનને એક કરોડથી વધુ રકમની આવક થાય છે, ગયા વખતે લગભગ 60 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતાં, ગઇકાલે મળેલી સ્ટે.કમિટીમાં રાજકોટમાં બનેલી ગેમ ઝોનની ઘટનાને ઘ્યાનમાં રાખીને આ વખતે થોડા ઓછા સ્ટોલ રાખવા અને મેળામાં વધુ ગીરદી સ્ટોલ ઉપર ન થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે હજુ આખરી આયોજન હવે થશે, લગભગ એક મહીના પહેલા કોર્પોરેશન દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે ગઇકાલે સ્ટે.કમિટીએ બંને જગ્યાએ મેળો કરવા માટે લીલીઝંડી આપી દેતા સમસ્યાનો અંત આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech