BREAKING NEWS

ચોટીલાની એન.એન. શાહ હાઈસ્કૂલમાં રમત–ગમત માટે નિ:શુલ્ક તાલીમ વર્ગ શરૂ

  • June 17, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલા સ્થિત એન.એન. શાહ હાઈસ્કૂલમાં રમત–ગમત ક્ષેત્રે વિધાર્થીઓની પ્રતિભાને નિખારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા રાયભરમાં અમલી ઇન–સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત, હવે ચોટીલાનાવિધાર્થીઓ માટે હેન્ડબોલ, કુસ્તી અને ફિટનેસ તાલીમના નિ:શુલ્ક વર્ગેાનો પ્રારભં થયો છે.
નિયમિત તાલીમથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ, સ્થાનિક કક્ષાએથી શરૂ કરીને રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર થવાની તક સાંપડશે.
વિધાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે રીતે આ વર્ગેાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમનો સમય દરરોજ સાંજે ૪–૩૦થી ૬–૩૦ કલાકે એન.એન. શાહ શાળા, ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે.
સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને શાળા દ્રારા રમત–ગમતમાં રસ ધરાવતા તમામ વિધાર્થીઓને આ નિ:શુલ્ક તાલીમનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application