જસદણમાં જુના યાર્ડ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિકાસ સપ્તાહના ભાગરૂપે જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિના 240 જેટલા પરિવારોને 100 ચો.વારના મફત પ્લોટ ફાળવણીની સનદ વિતરણ તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને સહાય હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે, જરૂરિયાતમંદ દરેક લાભાર્થીને સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે જ સરકારની પ્રાથમિકતા છે. ત્યારે તાલુકા વહીવટ તંત્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરાઈ હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાભાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને વરેલી વર્તમાન સરકાર દરેક પરિવારને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જન કલ્યાણકારી અનેક યોજનાઓ શરૂ કરી હતી, આ યોજનાઓ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ કાર્યરત છે. વધુમાં તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે પણ સહાય આપવામાં આવશે, આ ઉપરાંત લાભાર્થી જાતે મકાન બનાવે તો મનરેગા યોજના હેઠળ અલગથી રૂ.25 હજારની સહાય પણ આપવામાં આવશે. જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને એન.એફ.એસ.એ યોજના હેઠળ દર મહિને 35 કિલો અનાજ પણ આપવામાં આવે છે. અન્ય કોઈ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની જન કલ્યાણકારી યોજનાથી વંચિત હોય તો તેમને શોધીને સરકારની યોજનાઓનો લાભ આપવા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ અગ્રણીઓને અપીલ કરી હતી. આ તકે જસદણ પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાએ કાર્યક્રમની રૂપરેખા આપી વિચરતી વિમુક્ત સમુદાયના લાભાર્થીઓને પ્લોટ મળી રહે તે માટે કર્મચારીઓ દ્વારા કરાયેલ મહેનતને બિરદાવી પ્લોટ મળ્યા બાદ મકાન બનાવવા માટે સહાય મળશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમા જસદણ મામલતદારએ સ્વાગત પ્રવચન તથા ચિફ ઓફિસર રાજુભાઈ શેખએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના સ્થળ પર આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ, અગ્રણીઓ તેમજ વિચરતી વિમુક્ત જાતિના અગ્રણીઓ અને લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech